Abtak Media Google News

દેશભરનાં ૩૦ જેટલા અગ્રણી કુલપતિઓનાં બનેલા કોલેજીયમ ફોરમમાં શિક્ષણ સાથે સંકળાયેલા વિવિધ મુસદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી

રાષ્ટ્રીય શિક્ષણ નીતિનાં મુસદા અનુસંધાને માનવ સંશાધન વિકાસ મંત્રાલય પંડિત મદનમોહન માલવીય મિશન દ્વારા બનારસ ખાતે અત્યંત મહત્વનાં એવા કોલેજીયમ ઓફ વાઈસ ચાન્સેલર્સનાં ફોરમમાં ભારતીય વિચાર પર આધારિત અને વૈશ્ર્વિક રીતે સ્વીકૃત જ્ઞાનપઘ્ધતિ અમલમાં લાવવાની હિમાયત કરવામાં આવી હતી. દેશભરનાં ૩૦ જેટલા અગ્રણી કુલપતિઓનાં બનેલા કોલેજીયમ ફોરમમાં તજજ્ઞ વકતા તરીકે પૂર્વ કુલપતિ પ્રો.કમલેશ જોશીપુરાને સવિશેષ નિમંત્રિત કરવામાં આવ્યા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઉપર સતત ત્રણ દિવસ અવિરત રીતે બનારસ હિન્દુ યુનિવર્સિટીનાં સંકુલમાં ચાલેલી ચર્ચામાં શિક્ષણવિદોએ મજબુત બનાવી તેનો લાભ સમાજ અને દેશને મળે, કોલેજોનાં જોડાણ (એફીલીએશન) પઘ્ધતિનો પૂન:વિચાર કરવો. વધુ પડતી રેગ્યુલેટરી બોડી નાબુદ કરવી સહિતની બાબતો રાષ્ટ્રીય શિક્ષણ નિતિનાં મુસદામાં સુચવેલ છે.

સેન્ટ્રલ અને સ્ટેટ યુનિવર્સિટીઓમાં પ્રવર્તમાન નાણાકિય વ્યવસ્થાપન અને નાણાકિય સ્ત્રોત સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પૂર્વ કુલપતિ પ્રો.કમલેશ જોશીપુરાનું વિશેષ વકતવ્ય રાખવામાં આવ્યું હતું. પ્રો.કમલેશ જોશીપુરાએ આ સંદર્ભે વધુ માહિતી આપતા જણાવ્યું હતું. દેશભરની અગ્રણી યુનિવર્સિટીઓમાંથી આવેલ કુલપતિઓ તેમજ દેશનાં શિક્ષણવિદોએ સવિશેષ રીતે ૨૦૨૦માં ૭ ટ્રીલીયન ડોલર અને ૨૦૩૦માં ૧૦ ટ્રીલીયન ડોલરની બનનારી ભારતીય અર્થવ્યવસ્થા સંદર્ભે ઉભા થનારા પડકારોની સાથે આવશ્યક કુશળ માનવ સંશાધનની જરૂરીયાત સંદર્ભે દેશની યુનિવર્સિટીઓની અગ્રીમ ભૂમિકા અનુસંધાને યુનિવર્સિટીઓ કેવા અભ્યાસક્રમો લાવી શકે તે અંગે સવિશેષ ચર્ચા સત્ર રાખવામાં આવેલ. મલ્ટીપલ એન્ટ્રી એટલે કે અભ્યાસનાં કોઈ તબકકે કોઈને અભ્યાસ છોડવો હોય કે અભ્યાસમાં પ્રવેશ મેળવવો હોય તે અર્થે ડીપ્લોમાં, ડિગ્રી અને ઓનર્સને એકઝીટ પોઈન્ટ તરીકે સુનિશ્ર્ચિત કરવા માટે કરાયેલી ભલામણને કોલેજીયમને સર્વાનુમતે સમર્થન આપેલ છે.

ભારતીય બંધારણમાં ૮૬માં બંધારણીય સુધારાથી આરટીઈની વય ૬ માંથી ૩ વર્ષ કરવામાં આવેલ છે આ સ્થિતિમાં નર્સરી, કે.જી.હાયર કે.જી.નાં માધ્યમથી બાળકોનાં સર્વાંગી વિકાસનું લક્ષ્ય ૨૦૨૫ની સાલ સુધીમાં સિદ્ધ કરવાની સંકલ્પનાં કરાયેલ છે અને ૨૦૩૦ સુધીમાં ૧૦૦ ટકા શાળા પ્રવેશનું લક્ષ્ય રાખવામાં આવેલ છે. કોલેજીયમનું ઉદઘાટન કાશી હિંદુ વિશ્ર્વ વિદ્યાલયનાં કુલપતિ રાકેશ ભટનાગરે કરેલ. આ સમયે વરિષ્ઠ કુલપતિ એ.ડી.એન.બાજપાઈ, પી.બી.શર્મા (એસોસીએશન ઓલ ઈન્ડીયન યુનિવસીર્ટીઝ), ગુલાબ જયસ્વાલ (બીહાર), ગીરીશ્વર મિશ્રા, દિલીપનાથ (આસામ), ધારૂરકર (ત્રિપુરા), રામમોહન પાઠક (ચેન્નઈ), જી.ડી.શર્મા, અર્ચના ઠાકુર, બિનોદ ત્રિપાઠી) સહિત વરિષ્ઠ શિક્ષણવિદો ઉપસ્થિત રહેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.