Abtak Media Google News

અમરેલી દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ ધર્મેન્દ્રગીરીએ પુત્રના લગ્નનો ચાંદલો કામઘેનું ગૌશાળાને આપી સમાજને નવો રાહ ચીંધ્યો

અમરેલી દસનામ ગોસ્વામી સમાજ પ્રમુખ ધમેઁન્દ્રગીરી લાલગીરી ગોસ્વામીના સુપુત્ર ચિ.સિધ્ધાર્થના શુભલગ્ન તા૧૦/૧૨ નાશુભદિને ધારી ગળધરા ખોડીયાર મહંત પરિવારની લાડલી ચિ.આરતી સાથે યોજાયેલ,અમરેલીથી સાજન માજન સગા સબંધીઓ ને સંગ રૂડી જાન જોડીને વાજતે વાજતે ધારી ગળધરાખોડીયાર મુકામે શુભ લગ્ન યોજાયેલ. ગૌપ્રેમી ધમેઁન્દ્રગીરીજીએ લગ્નમાં આવેલ તમામચાદલાની રકમ રુપિયા ૧૨૧૦૦૦ (એક લાખ એકવીસ હજાર)લીલીયા રોડ પર આવેલ કામધેનુ ગૌશાળાને અપઁણ કરીને સમાજને નવો રાહ ચીધનાર સાચા અર્થમાં જીવદયા પ્રેમીધમેઁન્દ્રગીરીજી પર ચોતરફથી અભિનંદન ની વષાઁ થઇ રહેલ છે,અત્રે ઉલ્લેખનીય છે કે ધમેઁન્દ્રગીરી તેમજ તેમની ટીમ ઘણા વષોઁથી લૂલી,લંગડી,અપંગ ગાયોની સેવા કરી રહેલ છે તેમજ અમરેલી પંથક જીવદયા પ્રેમી માટે આનંદિત કરતી પ્રેરણા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.