Abtak Media Google News

પૂ. જનકમુનિ મ.સા. પ્રેરિત

આ અવસરે ત્રિરંગી સામાયિક, ચોવીસા યંત્રની જપ સાધના તથા શીધ્ર વકૃત્વ સ્પર્ધાનું આયોજન : ગૌતમ પ્રસાદ અને પ્રભાવના કવરની અનુમોદના થશે

ગૌરવંતા ગોંડલ સંપ્રદાયના પૂ.જય, માણેક, પ્રાણ, રતિ, ગીરી સદગુરુભગવંતના પ્રિતીપાત્ર શિષ્યરત્ન રાષ્ટ્રીય સંત બહુશ્રૃત આગમદિવાકર પરમ શ્રઘ્ધેય ગુરુદેવશ્રી પૂ. જનકમુનિ મ.સા. ની ૮૭મી જન્મજયંતિના અવસર પર શનિવારે શુભદિને આવી રહ્યો હોય તેઓના વરિષ્ઠ ગુરુ પ્રાત: સ્મરણીય ગાદીપતિ પૂ. ગીરીશમુની મ.સા. ના અંતેવાસી શિષ્ય ગુજરાતરત્ન પૂ. સુશાંતમુનિ મ.સા.ના સુમંગલ સાનિઘ્યમાં એવમ રાજાણાનગરી રાજકોટમાં બિરાજતા જશઝવેર પરિવારના શાસનચંદ્રિકા પૂ. હીરાબાઇ મ. પ્રાણ પરિવારના અપૂર્વશ્રુત આરાધિકા, પૂ. લલીતબાઇ મ.ના સુશિષ્યાઓ આદર્શ યોગીની પ્ર. પ્રભાબાઇ મ.સ વિનયપ્રજ્ઞા પૂ. સાધનાબાઇ મ. સદાનંદી પૂ. સુમતિબાઇ મ.સ તપસ્વીની પૂ. દીક્ષીતાબાઇ મ. સમતાધારી પૂ. મીનળબાઇ મ., મધર વ્યાખ્યાતા પૂ. સુનીતાબાઇ મ.સ તથા પૂ. ડુંગર દરબાર સર્વે પુ. મહાસતીજીની સવિશેષ હાજરીમાં આગમદિવાકર પ્રેરિત અને વર્ધમાન સેવા સંઘ સંચાલીત પૂ.ગુરુદેવના સાકાર થયેલ સ્વપ્ન જૈન ક્ધયા સુસંસ્કાર તીર્થ ક્ધયા છાત્રાલયના ના પાવન અને પુનિત પ્રાંગણે શનિવારના સવારના ૯ થી બપોરના ૧૨.૩૦ દરમ્યાન ગુરુભકિત, ત્રિરંગી, સામાયિક, આત્મદિવાકર, પૂ. સુશાંતમુનિ મ.સા. ના શ્રી મુખેથી થનાર ચોવીસા યંત્રના સ્ત્રોતની જપ સાધના, આગમદિવાકર પૂ. ગુરુદેવના જીવન કવન આધારીત પાંચ વિષય ઉપરની શીધ્ર વકતૃત્વ સ્પધા સંપ સતીજીઓના પ્રવચન અને સામુહિક જાપની આરાધનાનું અનેરું અને આગવું આયોજન કરવામાં આવેલછે.

શીધ્ર, વકતૃત્વ માટે સંઘ સંચાલીત બૃહદ રાજકોટના મહિલા મંડળમાંથી બે બહેનો ભાગ લઇ શકશે જેના નામ સંઘના અથવા મંડળના લેટરપેડ ઉપર લખીને તા. ર શુક્રવારના પહેલા શ્રી મનહર પ્લોટ સ્થા. જૈન સંઘ શેઠ પૌષધશાળા શ્રી રોયલ સ્થા. જૈન સંઘ સી.એમ. પૌષધશાળાએ મોકલી આપવાના રહેશે. વકતૃત્વ સ્પર્ધામાં કુલ પાંચ વિષય હશે જે વિષયની ચિઠ્ઠી નીકળશે તેના ઉપર બે મીનીટનું વકતત્વ આપવાનું રહેશે. આ સ્પર્ધામાં ભાઇઓ પણ ભાગ લઇ શકશે. ભાગ લેનાર સ્પર્ધકને તો પુરસ્કાર મળશે. વિશેષ માહીતી માટે ડોલરભાઇ કોઠારીનો મો. નં. ૯૮૨૫૩ ૧૭૩૩૩ ઉપર સંપર્ક કરવો.

ત્રિરંગી સામાયિક માટે ભાઇઓ બહેનોએ સવારના ૯ પહેલા આવી પોતાનું સ્થાન લઇ સામાયિક બાંધી લેવાની રહેશે. અને મોડામાં મોડુ સવારના ૯.૧૫ પહેલા ક્ધયા છાત્રાલયે આવનાર શ્રઘ્ધાંવંત શ્રાવક ભાઇઓ બહેનોને ગૌતમપ્રસાદના પાસ થવા પ્રભાવના કવર આપવામાં આવશે.

બૃહદ રાજકોટના ચારેય ફિરકાઓના સંઘ પ્રમુખ ટ્રસ્ટી શ્રાવકભાઇઓ બહેનોને સમયસર ઉ૫સ્થિત રહેવા વર્ધમાન સેવા સંઘ ના પ્રમુખ ચંદ્રકાંતભાઇ દફતરી તથા ટ્રસ્ટી રાકેશભાઇ ગોપાણી તથા ચંદ્રકાંતાઇ શેઠ, ડોલરભાઇ કોઠારી, મનોજભાઇ પારેખ, તથા પૂ. ગુરુદેવના અંતરીક્ષમાં કૃપાશિષ મેળવી અભ્યાસ કરી છાત્રાલયની ૯૬ દીકરીઓએ, ગુરુભકિતમાં પધારવા અનુરોધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.