Abtak Media Google News

એસ.ટી. ડીવીઝનને જન્માષ્ટમીનું પર્વ લાભદાયક

જામનગર સમાચાર

Website Template Original File1 14

જામનગરના એસ.ટી. ડીવીઝનને જન્માષ્ટમીનું પર્વ ફળ્યું છે અને અત્યાર સુધીના ઇતિહાસમાં એક માત્ર જામનગરના એસ.ટી. ડેપોને સાત દિવસના સમયગાળા દરમ્યાન ૧ કરોડ ૧૨ લાખની જેવી જંગી આવક થઇ છે. જે દિવસો દરમ્યાન ૫૯૦૦૦ થી વધુ મુસાફરોની હેરાફેરી થઇ હતી અને ૮૭ થી વધુ બહાના રૂટો પ્રતિદિન દોડાવાયા હતા. સાથોસાથ સોમવારે રેકોર્ડબ્રેક એક જ દિવસની ર૦ લાખ રૂપિયાની જંગી આવક થઈ છે. જે પણ જામનગરના ડેપો માટે એક નવો કીર્તિમાન સ્થાપિત થયો છે.

જામનગરના એસ.ટી. ડેપો પર હાલમાં પ્રતિદિન ૮૭ બસના રૂટ દોડધામ છે. જામનગરથી રાજકોટ, વડોદરા, અમદાવાદ, સુરત, જુનાગઢ, દ્વારકા સહિતના રૂટ ઉપર બસો દોડીરહી છે. જ્યારે પ્રતિદિન તહેવારને અનુલક્ષીને ૧૧ થી વધુ રૂટ દોડાવવામાં આવ્યા હતા. છેલ્લા એક સપ્તાહની વાત કરવામાં આવે તો સાતમ-આઠમ સહિતના તહેવારો દરમિયાન જામનગર એસ.ટી ડેપોને કુલ ૧ કરોડ ૧૧ લાખની જંગી આવક થઇ છે. તે જામનગરના એસ.ટી. ડેપો માટે નવો એક કીર્તિમાન સ્થાપિત થયો છે. એક સપ્તાહ દરમ્યાન કુલ પ૯૨પર મુસાફરોને એસ.ટી. બસનો લાભ લીધો હતો અને જન્માષ્ટમીનું પર્વ જામનગરના એસ.ટી. ડેપોને ફળ્યું છે.

આ ઉપરાંત એક જ દિવસમાં સૌથી વધુ રકમની આવક ગણતરી કરવામં આવેતો જામનગરમાં ૧૧ સપ્ટેમ્બરને સોમવારના દિવસે ૧૦ લાખની આવક થઇ છે. તે પ્રતિદિનના સરેરાશ આવક કરતા બમણી છે અને તે પણ એક નવો કીર્તિમાન સ્થાપિત થયો છે.ગઇકાલે એક જ દિવસમાં ૧૩૫૧૬ મુસાફરોએ જામનગરના એસ.ટી.ડેપો પરથી પ્રયાસ કર્યો છે અને સૌથી વધુ આવક વાળો દિવસ રહ્યો છે.

જામનગરના એસટી ડેપો પરથી બસના પ્રત્યેક રૂટને સમયસર દોડાવવામાં આવ્યા હતા અને મુસાફરોને પણ સંપૂર્ણપણે સારી સુવિધા પ્રાપ્ત કરવામાં આવી હતી અને કોઇપણ પ્રકારની અગવડ ન પડે,અથવા તો ગીરદી ન થાય અને મુસાફર પરેશાન ન થાય તેવી સમગ્ર તકેદારી રાખવામાં આવી હતી. જેનો સંર્પૂણ શ્રેય એસ.ટી. ડીવીઝનના તમામ ડ્રાઇવર, કંડક્ટર અને મીકેનીકલ સ્ટાફને જાય છે.

 

સાગર સંઘાણી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.