સાગર સંઘાણી

જામનગરના સ્લમ વિસ્તારમાં હળાહળ કળિયુગની યાદ અપાવતો ચકચારી કિસ્સો સામે આવ્યો છે જેમાં કપુતે સગી જનેતા પર દુષ્કર્મ ગુજારત ચકચાર મચી જવા પામી છે. નરાધમ પુત્ર પર ફિટકારની લાગણી વરસી રહી છે. સગી જનેતા ની ફરિયાદના આધારે પોલીસે પુત્રને અટકાયતમાં લઈ લીધો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારની છે જ્યાં સ્લ્મ એરિયામાં રહેતી આઘેડ વયની એક મહિલા પર શનિવારે મોડી રાત્રે દારૂના નશામાં ચકચુર બની પોતાની માતાને જ હવસ નો શિકાર બનાવી હતી.

સૌ પ્રથમ હતપ્રભ બની ગયેલી માતા ખૂબ જ રડતી રહી હતી, અને મૌન રહી હતી. પરંતુ પોતાના નરાધમ પુત્ર ને સબક શીખવાડવા માતા મક્કમ બની હતી, અને ગઈકાલે રાત્રે હિંમત કરીને ફરિયાદ કરવા માટે સીટી બી. ડિવિઝન પોલીસ મથકે પહોંચી ગઈ હતી, અને પોતાના પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ ગુજારનાર પુત્ર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે. જે સૌ પ્રથમ ભાગી છુટ્યો હતો, પરંતુ પોલીસે તેને શોધી કાઢ્યો છે. અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીના આડોશ પાડોશમાં રહેતા લોકો પણ ઉસ્કેરાયા હતા, અને સમગ્ર વિસ્તારમાં ભારે હલચલ મચી ગઈ છે. પોલીસ પણ સગા પુત્રના આવા દુષ્કૃત્યને લઈને અચંબામાં પડી ગઈ હતી, અને આરોપીની વિશેષ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. સીટી ઇન્સ્પેક્ટર શ્રી એચ.પી. ઝાલા તેમજ ડી. સ્ટાફના પી.એસ.આઇ. ડી.એસ.વાઢેર અને તેમની ટિમ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.