Abtak Media Google News

એક નોકરીમાં સતત અનિયમિત રહેતાં તેના પર કાર્યવાહી કરાઈ

જામનગર જિલ્લા સહકારી બેન્ક માં કૌભાંડ આચરનારા વધુ એક અધીકારી ને આજે બરતરફ કરવામાં આવ્યા છે.જ્યારે બેન્ક ની જામનગર શાખા માં ઇન્ટરનલ ઓડિટ રિપોર્ટ બાદ આજે ચાર અધિકારી, કર્મચારી ને બરતરફ કરવામાં આવ્યા છે. ઉપરાંત ભાણવાડ શાખા ના એક પટાવાળા અનિયમિત રહેતા હોવાથી તેમને પણ આજે બરતરફ કરવામાં આવ્યા છે.

Advertisement

જામનગર જીલ્લા સહકારી બેંકન ના ચેરમેન પી.એસ. જાડેજા દ્વારા જામનગર (રૂરલ) તેમજ જામજોધપુર શાખાનું આશરે દશેક વર્ષથી ઈન્ટરનલ ઓડીટ બાકી હતું. તે પૂર્ણ કરાવી ઓડીટ રિપોર્ટ આવતાની સાથે તેમાં કસુરવાર જણાયેલ જામજોધપુર શાખાના ચાર કર્મચારીને ઈન્કવાયરી પૂરી થયે અગાઉ ડિસમિસ  કરવામાં આવ્યા હતાં. તેમજ તેઓની સામે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી .જેની તપાસ હાલમાં ચાલુ છે. આ ફીકસ ડિપોઝિટ કૌભાંડ આશરે રૃા. 4.65 કરોડનું જુના વર્ષમાં થયેલ હતું અને તેમાં સામેલ તેમજ અન્ય ઉચાપતમાં સામેલ જે તે વખતના બ્રાંચ મેનેજર ડી.બી. મકવાણાને આજ રોજ ડીસમીસ-બરતરફ કરવામાં આવ્યા છે.

જ્યારે  જામનગર શાખાનું ઈન્ટરનલ ઓડીટ પૂર્ણ થયે ઓડીટ રિપોર્ટમાં સામેલ બેંકના કર્મચારી સામે ઈન્કવાયરી કરી અગાઉ તેઓને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવેલ હતાં. આ ઈન્કવાયરી આશરે પાંચ થી છ મહીના ચાલી હતી. ઈન્કવાયરી ઓફિસરનો રિપોર્ટ આવતા તેમાં કસુરવાર કર્મચારીને આજ રોજ ડીસમીસ-બરતરફ કરવામાં આવ્યા છે. જેમાં એ.એન. ભીમજીયાણી (એકા. આર. વિભાગના હેડ), કે.વી મહેરા (આસી. ઈન્સ્પે. જામ.(એકા.આર), એમ.સી. આચાર્ય (આસી. ઈન્સ્પે.જામ. (એકા.આર.) તથા એચ.વી. પરમાર (પ્યુન, જામનગર (રૂરલ) નો સમાવેશ થાય છે.

જ્યારે ભાણવડ  શાખાના એક કર્મચારી કે જે બેંકમાં વારંવાર અનિયમિત રહેતા હતા ડી.સી. જોષી ( પટાવાળા ) ને પણ ઈન્કવાયરી પૂરી કરી ઈન્કવાયરીમાં કસુરવાર જણાતા આજ રોજ ડીસમીસ કરવામાં આવ્યા છે.આ કર્મચારી સામે થોડા સમય પહેલાં જ બેંક દ્વારા સીઆઈડી ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ પણ કરવામાં આવેલ છે જેની તપાસ હાલમાં ચાલુ છે. તેમજ આ પ્રકરણમાં જે તે સમયના જામનગર (રૃરલ) શાખાના બ્રાંચ મેનેજર પી.કે. ઠાકર સામે પણ આકરી કાર્યવાહી તોળાઈ રહી છે.

તેમજ  સ્વાશ્રય સેવા સહકારી મંડળી લિ. ના હોદેદારો, વિભાપર સેવા સહકારી મંડળી, ખિજડિયા સેવા સહકારી મંડલી સામે પણ સીઆઈડી ક્રાઈમ માં રૂ.4.79 કરોડ ની ઉચાપત બાબતે કર્મચારી તેમજ મંડળીના હોદેદ્દારો સામે બેંક દ્વારા અગાઉ ફરિયાદ કરવામાં આવી છે.સીઆઈડી ક્રાઈમ બ્રાંચ દ્વારા હાલમાં તપાસ ચાલુ છે. આ તપાસ દરમ્યાન લગત કર્મચારીઓ સામે મિલકત જપ્તી તેમજ મિલકત વેચાણ કરી ઉચાપતની રકમ વસુલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.