Abtak Media Google News
  • વડાપ્રધાનના રોડ-શો અને રાત્રિરોકાણના કાર્યક્રમને લઈને પીએમની સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓ સર્તક
  • 700થી વધુ પોલીસ અને 300 થી વધુ હોમગાર્ડ અને ટીઆરબી જવાનો બંદોબસ્તમાં મુકાયા 
  • ૪૮ કલાક પહેલા જ પીએમના રૂટ ઉપર બાઝ નજર

જામનગર ન્યૂઝ :  એસપીજી કમાન્ડોની 3 ટીમો અને 100 જેટલા પોલીસ અધિકારીઓ અને 700થી વધુ પોલીસ અને 300 થી વધુ હોમગાર્ડ અને ટીઆરબી જવાનોને બંદોબસ્ત માટેના સ્થળ ફાળવવામાં આવ્યા છે .Img 20240224 Wa0050  આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના આંગણે પધારી રહ્યા છે. જેને લઈને ગઇકાલે સર્કિટ હાઉસમાં ડોગ સ્કોવ અને બૉમ્બ સ્કોવડ દ્વારા સઘન ચેકીંગ કરાયા બાદ રાત્રે વડાપ્રધાનના કોન વેનું રિહર્સલ યોજાયું હતું. હવે જામનગરમાં વડાપ્રધાનના રોડ-શો અને રાત્રિરોકાણના કાર્યક્રમને લઈને પીએમની સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓ સર્તક બની ગઈ છે. આ દરમિયાન એસપીજી કમાન્ડોની 3 ટીમો અને 100 જેટલા પોલીસ અધિકારીઓ અને 700થી વધુ પોલીસ અને 300 થી વધુ હોમગાર્ડ અને ટીઆરબી જવાનોને બંદોબસ્ત માટેના સ્થળ ફાળવવામાં આવ્યા છે.Whatsapp Image 2024 02 24 At 09.35.44 De91A3B0

Advertisement

 કડક સુરક્ષા ગોઠવાઈ

દ્વારકાના સિગ્નેચર બ્રિજના લોકાર્પણ અર્થે આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી હાલારના પ્રવાસે પધારી રહ્યા છે આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગરમાં આગમન થશે. આ દરમિયાન રોડ શો અને ત્યારબાદ રાત્રે સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરવાના છે ત્યારે આજે જામનગરમાં રોડ-શો યોજાશે. જેના ભાગરૂપે પીએમની સુરક્ષામાં કોઈ ચુક ન રહી જાય તે માટે સુરક્ષા એજન્સીઓ સર્તક બની ગઈ છે.

અધિકારીઓ સજ્જ Img 20240224 Wa0048

ગઈકાલથી જ એસપીજી કમાન્ડોની 3 ટીમોનું જામનગરમાં આગમન થઈ ચૂક્યું છે. ૪૮ કલાક પહેલા જ પીએમના રૂટ ઉપર બાઝ નજર રાખવામાં આવી રહી છે. બીજી બાજુ રાજકોટ રેન્જ આઈ જી અશોકકુમાર યાદવ અને જામનગર જિલ્લા પોલીસવાળા પ્રેમસુખ ડેલુ સહિતના ઉચ્ચ અધિકારીઓની નજર હેઠળ જામનગર પોલીસ આલમ પણ સતર્ક બન્યો છે.

સઘન ચેકીંગ હાથ ધરાયું

વધુમાં અન્ય જિલ્લામાંથી પણ પોલીસ બોલાવાય છે. જેમાં 10 જેટલા ડીવાએસપી, 8 જેટલા પીઆઈ સહિત 100 જેટલા પોલીસ અધિકારીઓ અને 700 થી વધુ પોલીસકર્મીઓ અને 300 થી વધુ હોમગાર્ડ અને ટીઆરબીના જવાનોને બંદોબસ્ત માટે ફરજના સ્થળ ફાળવવામાં આવ્યા છે. એસઓજી પીઆઈ બી.એન.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એલ.એમ.ઝેર સહિતની ટીમ દ્વારા હોટલો, ગેસ્ટ હાઉસોનું તેમજ બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની ટીમો દ્વારા ભીડવાળી તેમજ પીએમના રોકાણ સ્થળ સર્કીટ હાઉસની આજુબાજુના વિસ્તારોનું સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.