Abtak Media Google News

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં અનામત નક્કી ન થતા ચૂંટણી હજી ત્રણ થી ચાર મહિના નિકળી જશે

જસદણ નગરપાલિકામાં વર્તમાન બોર્ડની મુદ્ત આગામી 24મી ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઇ રહી છે. સ્થાનીક સ્વરાજ્યની સંસ્થામાં અનામત નક્કી થઇ નથી. જેના કારણે ચૂંટણી પાછી ઠેલાશે તે વાત ફાઇનલ છે. આવામાં નવા પદાધિકારીઓ માટે ત્રણ થી ચાર મહિના રાહ જોવી પડશે.

Advertisement

જસદણ નગરપાલિકામાં છેલ્લાં પાંચ વર્ષથી ચાલતાં ભાજપના શાસનનો સપ્તાહે અંત આવી જશે, કારણ કે થોડાં દિવસોમાં ચૂંટણીની મુદ્દતનો સમય પાંચ વર્ષ પુરા થશે. જસદણ નગરપાલિકામાં ગત ચૂંટણીમાં કુલ મળી 28 નગરસેવકો ચૂંટાયા હતા. જેમાં ભાજપમાંથી 23 અને કોંગ્રેસમાંથી પાંચ સભ્યો ચુંટાયા હતાં. ચૂંટણી બાદ પ્રથમ પ્રમુખ તરીકે જીજ્ઞેશભાઈ જીવનભાઈ હીરપરાએ અઢી વર્ષ સુધી બીજા તબક્કામાં અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયા અઢી વર્ષ માટે પ્રમુખપદે રહી તેમણે અનેક રેકોર્ડ સ્થાપિત કર્યાં હતાં.

અનિતાબેનના શાસન દરમિયાન તેમણે રોડ, રસ્તા, પાણી, ગટર જેવાં અનેક કામો જે લાંબા સમયથી અણઉકેલ હતાં. તેને વેગવંતા બનાવી તે કરોડો રૂપિયાના ખર્ચે બનાવી લોકોમાં રાહત પ્રસરાવી ખાસ કરીને અનિતાબેનના શાસનકાળ દરમિયાન 12 જેટલી ખાસ અને સામાન્ય સભા યોજાય. જેમાં દરેક સભામાં ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ જે વિકાસના કાર્યોમાં જે સહકાર આપ્યો હતો તે પણ પાલિકાના ઇતિહાસમાં એક રેકોર્ડ છે ત્યારે આગામી સમયમાં જસદણમાં વહીવટદારનું રાજ આવશે તે નક્કી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.