Abtak Media Google News

જસદણ નગરપાલીકામાં કારોબારી ચેરમેન બિજલ ભેંશજાળીયાની એક વર્ષની મુદત આજે એકપણ કામ કર્યા વગર પૂર્ણ થઈ હતી સવા વર્ષ પહેલા જસદણ નગરપાલીકાની સામાન્ય ચૂંટણી યોજાય જેમાં સાત વોર્ડમાથી ભાજપના ૨૩ અને કોંગ્રેસના પાંચ સભ્યો ચૂંટાયા હતા.

Advertisement

સૌ પ્રથમ પાલીકામાં જીલ્લા ભાજપના મોવડીઓની સુચનાથી દીપુભાઈ ગીડાને પ્રમુખ બનાવવામાં આવ્યા અને આ ગાળામાં ભાજપના દરેક સભ્યોએ ટેકો પણ આપ્યો પણ તેમની એક સામાન્ય સભા પછી ટેકો આપેલા સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી અંતે મોવડીઓની સુચના બાદ દીપુભાઈએ રાજીનામું આપવાની ફરજ પડી આમ પ્રથમ પ્રમુખથી પાલીકામાં સખળ ડખળ શરૂ થતા ત્યારથી જ હાલમા પણ ભાજપના સભ્યો સોશ્યલ મિડિયામાં ગેરરીતિ ભ્રષ્ટાચાર અને કૌભાંડનું ઝેર ઓકી રહ્યા છે. અને પ્રજાનાપૈસા જે કરવેરા રૂપે ભરાય રહ્યા છે. તેનું પાણી થઈ રહ્યું છે.

ત્યારબાદ મોવડીઓની સમજાવટથી સભ્યોએ નવા પ્રમુખ ઉપપ્રમુખની નિમણુંક કરી આમ તો સામાન્ય રીતે અઢી વર્ષની હોય છે. પરંતુ કેટલાક સભ્યોતે આમાં પણ અસંતોષ હોવાથી તેમને આ પદ માટે એક વર્ષ માટે રાખવા. એવી કંડીશન થઈ હતી તેને પણ એક વર્ષની વધુ સમય થઈ ગયો છે.

ત્યારે આ બાબતને લઈખુદ ભાજપના સભ્યોએ મીડીયાકર્મીઓને જણાવી પ્રમુખ ઉપપ્રમુખને સતા ઉપરથી ઉઠાડી અને અન્ય સભ્યોને પ્રમુખ ઉપપ્રમુખ બનાવવામાં આવે તે માટે સભ્યો મીટીંગ કરી આ વાતને કુંવરજીભાઈ અને ભરતભાઈ સુધી પહોચાડશે એમ જણાવ્યું હતુ આજે કારોબારી ચેરમેન પદની એકવર્ષની મુદત પૂર્ણઈ પરંતુ વર્ષ દરમિયાન ચેરમેનએ કારોબારીની એક પણ સભા બોલાવી નથી. એટલે કામગીરી જીરો રહી છે. એકવાર કારોબારી ચેરમેનએ મીટીંગ બોલાવી હતી પરંતુ સભ્યો કોઈ હાજર રહ્યા નહોતા.

ત્યારે ચેરમેનએ મારી સાથે રાજકીય રમત રમાયાનો આક્ષેપ કર્યો હતો જો કે હાલ મુદત પૂર્ણ થઈ છે. ત્યારે નવા કારોબારી ચેરમેનની વરણી ઉપરાંત પ્રમુખ ઉપપ્રમુખની એકવર્ષની કંડીશન પ્રમાણે મુદત પૂર્ણ થઈ હોય ત્યારે પ્રથમથી ભાજપનું બોર્ડ આવ્યું જેમાં પ્રજાને કાંઈ મળ્યું નથી અને ફાયદો પણ થયો નથી. બીજી બાજુ હાલના ચૂંટાયેલા ભાજપના જ કેટલાંક સદસ્યો નગરપાલીકામાં થતા ભ્રષ્ટાચાર કૌભાંડ ગેરરીતિઓ સોશ્યલ મીડીયામાં ચમકાવી રહ્યા છે. ત્યારે જસદણ પ્રજાનું હૈયે હિત રાખી ભાજપના મોવડીઓ પાલીકામાં થતા સખળ ડખળ અટકાવવા કવાયત હાથ ધરે એવી માંગણી જાગૃત નાગરીકોમાં થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.