Abtak Media Google News

ભગવાકરણ કરવાનો કરમટાનો દાવો હકિકત બની શકશે ?

જુનાગઢની માણાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય જવાહર ચાવડાએ કેસરીયો ધારણ કરી લેતા જુનાગઢ સહિત સોરઠ પંથકના રાજકારણમાં ખળભળાટ સાથે ગરમાવો આવી જવા પામ્યો છે. મુળ કોંગ્રેસના ગોત્રના જવાહર ચાવડાના આકસ્મિક પક્ષ પલ્ટાથી રાજકીય વિશ્લેષકો પણ માથુ ખંજવાળતા થયા છે. જવાહર ચાવડાના આ રાજીનામાની ઈમ્પેકટ જિલ્લા પંચાયત પર પડવાના એંધાણ વર્તાય રહ્યા છે. જિલ્લા પંચાયતનું શાસન હાલ ડગમગી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. કરમટાએ દાવો કર્યો છે કે, કોંગ્રેસના ૧૫ સભ્યો ભગવાકરણ કરવાની તૈયારીમાં છે જયારે કોંગ્રેસે વિશ્ર્વાસ વ્યકત કર્યો છે કે, તેઓના શાસનને આંચ આવવાની નથી.

પહેલેથી જ ધારાસભ્ય જવાહર ચાવડા પ્રભાવિત જુનાગઢ જીલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હતું પરંતુ જવાહર ચાવડાના ભાજપ પ્રવેશથી વર્તમાન જીલ્લા પંચાયત સામે પણ રાજકીય વિશ્લેષકો શંકાની નજરે જોઈ રહ્યા છે જોકે ધારાસભ્ય ભીખભાઈ જોષીએ જીલ્લા પંચાયત સલામત હોવાનો દાવો કર્યો છે. સાથે-સાથે જવાહર ચાવડાના જવાથી જીલ્લા પંચાયત પ્રમુખ પંદર સભ્યો સાથે ભાજપના સમર્થનમાં હોવાની વાતને તદન ખોટી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

જુનાગઢ જીલ્લા પંચાયતની કુલ ૩૦ બેઠક પૈકી ૨૭ કોંગ્રેસ પાસે અને ૩ ભાજપ પાસે હતી. જેમાં સ્પષ્ટ બહુમતી હોવા છતાં આજે જિ.પં.ના કોંગ્રેસના પ્રમુખ સેમભાઈ કરમટાએ પોતે અને તેની સાથેના ૧૪ મળીને કુલ ૧૫ સભ્યોએ ભાજપને સમર્થન આપી દિધાની જાહેરાત કરતા હવે કોંગ્રેસ લઘુમતીમાં મુકાઈ ગઈ હોય તેવા સમીકરણો સર્જાયા છે. કારણકે આમ થાય તો ભાજપ પાસે ૧૮ સભ્યોની સંખ્યા થઈ જાય અને તેમની બહુમતી આવી શકે અને સતા હાંસલ કરી શકે પોતાના સમર્થનની વાત કોંગ્રેસના પ્રમુખ સેજાભાઈએ આજે કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના નિવાસ સ્થાને આવીને કરી હતી. સેજાભાઈએ જે ૧૪ સભ્યોનું સમર્થન હોવાની વાત કરી હતી તેમના નામ તેઓએ ગુપ્ત રાખ્યા છે અને ટુંક સમયમાં જાહેર કરશે તેમ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.