Abtak Media Google News

જીજ્ઞેશ દાદાએ પારિવારિક માહોલમાં જુના સંસ્મરણો વાગોળ્યા અને ફરી વહેલાસર લોકસેવા કરવા લાગે તેવી શુભેચ્છા પાઠવી

શહેરમાં વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર અને હાઉસિંગ કમિટી ચેરમેન જયાબેન હરીભાઈ ડાંગર તથા પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગરના મોંઘેરા મહેમાન યુવા ભાગવત કથાકાર જીજ્ઞેશ દાદા(રાધે રાધે)એ ખબર અંતર પૂછ્યા અને ભવાન દ્વારકાધીશની આરતી તથા માં ચામુંડા માતાજીની આરતી ઉતારી લોકોનું અભિવાદન જીલ્યું હતું. તેમજ જીજ્ઞેશ દાદાએ ભગવાન દ્વારકાધીશને હરીભાઈ ડાંગરની તબિયત સંપૂર્ણ સ્વસ્થ્ય થઇ જઈ તેવી પ્રાર્થના કરી.

Fb6C9413 482B 427E 8124 6F36Ca186Aa3

આ તકે વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર અને હાઉસિંગ કમિટી ચેરમેન જયાબેન હરીભાઈ ડાંગર તથા પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગર, યુવા ભાજપ અગ્રણી શૈલેષભાઈ ડાંગર, ગંગોત્રી સ્કુલના સંચાલક સંદીપભાઈ છોટાળા, હરીશભાઈ પાંડે, રાજનભાઈ, હરસિધ્ધિ ડેરીવાળા મેઘાભાઈ ડાંગર, હિતેશભાઈ ડાંગર, મનીષભાઈ મેતા, ગીતાબેન ડાંગર, વર્ષાબેન ડાંગર, હેતલબેન ડાંગર, સરોજબેન મેતા, મીરાબેન ડાંગર, દેવિકાબેન ડાંગર તેમજ મોટી સંખ્યામાં વિસ્તારના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

અંતમાં પારિવારિક માહોલમાં જુના સંસ્મરણો વાગોળ્યા હતા અને ફરી વહેલાસર લોકસેવા કરવા લાગે તેવી શુભેચ્છા પાઠવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.