Abtak Media Google News

બે દિવસ સુધી બાવળની ઝાડીમાં દુષ્કર્મ આચર્યાની પાડોશી શખ્સ સામે નોંધાતો ગુનો

મુળ ગોંડલના વતની અને જેતપુર તાલુકાના થોરાળા ગામે રહેતી સગીર બાળાને લગ્નની લાલચ દઇ પાડોશી શખ્સ ભગાડી ગયા બાદ ગોંડલમાં બાવળની ઝાળીમાં બે દિવસ સુધી ગોંધી રાખી અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ થોરાળા ગામના પ્રફુલ ઉફે૪ રામલો ધી‚ રાઠોડ નામનો શખ્સ તા.૧૭મીએ પાડોશમાં રહેતી સગીર બાળાને લગ્નની લાલચ દઇ ભગાડી ગયાની વિરપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

સગીર બાળાની સાથે પ્રફુલ ઉર્ફે રામલો પણ ગુમ હોવાથી તરૂણીનો પરિવાર પ્રફુલ ઉર્ફે રામલાના ઘરે તપાસ કરવા ગયા હતા પણ બંનેની ભાળ મળી ન હતી અને તા.૨૦મીએ પ્રફુલ ઉર્ફે રામલો તરૂણીને પોતાના માતા-પિતાને સોપીને ભાગી ગયો હતો.

પ્રફુલ ઉર્ફે રામલાના માતા-પિતા તરૂણીને લઇ વિરપુર પોલીસ મથકે પહોચ્યા હતા ત્યારે તરૂણીએ પ્રફુલ ઉર્ફે રામલો તા.૧૭મીએ ગોંડલના આશાપુરા ડેમ પાસે બાવળની ઝાળીમાં લઇ જઇ બે દિવસ સુધી બળાત્કાર ગુજાર્યા બાદ મુક્ત કર્યાનું જણાવતા પોલીસે પ્રફુલ ઉર્ફે રામલા સામે બળાત્કારની કલમનો ઉમેરો કરી શોધખોળ હાથધરી છે. અને તરૂણીને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.