નગરપાલિકાની કામગીરીથી લોકોમાં આનંદ: સુરેન્દ્રનગરના પ્રવેશ દ્વાર સમા અજરામર ટાવરની ઘડિયાળના ચોંટી ગયેલા કાંટા 8 વર્ષ બાદ કાર્યરત થશે

જોરાવરનગર- કૃષ્ણનગર અને સુરેન્દ્રનગર સોનાપુરીમાં કુલ 10 ખાટલા નાખવાના ચક્રો ગતિમાન

અજરામર ટાવરની આ ઘડીયાળ ફરી શરૂ થાય અને તેના ડંકા શહેર ને સંભળાય તેનો આ ઘડીયાળ નુ કામ ભાવનગર માં આવેલી ટ્રાવેલ એન્ટરપ્રાઇઝ ના નામની કંપની ના પ્રવીણભાઇ ભટ્ટ છે તેમને નાખી છે તેનો કોન્ટેક્ટ કર્યો અને તેમને બોલાવીને ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા અને હેડ કલાર્ક મુકેશભાઇ ડગલી એ નીયમ મુજબ ની પ્રોસીઝર કરાવીને ટ્રાવેલ એન્ટરપ્રાઇઝ ને કામ આપ્યુ જેથી  ઘડીયાળ શરુ થઇ જાશે આજે ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા અને મુકેશભાઇ ડગલી  ટાવર ઉપર ચડીને ટાવર ઘડિયાળ રીપેરીંગ થઈ રહ્યુ છે તેની સમીક્ષા કરવા ગયા હતા  સાંજે ટાવર ઘડિયાળ નુ કામ સપૂર્ણ પુર્ણ થાશે અને આજથી અજરામર ટાવર ના ઘડીયાળ ના ડંકા નાગરીકો ને સંભળાશે

આ ઘડીયાળ છેલ્લા 8 વર્ષ થી બંઘ હાલત માં હતી જે શરૂ થવાના સમાચારથી લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે. તેમજ પાલિકા દ્વારા  જોરાવરનગર ના સ્મશાન માં 3 ખાટલા તેમજ કૃષ્ણનગર માં 3 ખાટલા તેમજ સુરેન્દ્રનગર સોનાપુરી સ્મશાન માં 4 ખાટલા આમ કુલ 10 ખાટલા નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આવતી કાલથી ખાટલા નુ ફાઉન્ડેશન ચીફ એન્જિનિયર કંયવતસીંહ હેરમાં ની દેખરેખ હેઠળ કરવામાં આવશે