જે.પી. વાસવાણી 104મો જન્મદિવસ ‘વિશ્વ ક્ષમા દિવસ’ તરીકે ઉજવાયો

રાજકોટ સાધુ વાસવાની સેન્ટર સૌરાષ્ટ્ર  દ્વારા પૂજ્ય દાદા જેપી વાસવાણીની 104મી જન્મ જયંતી તારીખ 2 ઓગસ્ટ 2022 ને ગ્લોબલ ફરગીવ નેશ ડે વિશ્વ માફી દિવસ તરીકે સમગ્ર વિશ્ર્વમાં ઉજવવામાં આવે છે, જેના એક ભાગરૂપે સાધુ વાસવાની સેન્ટર રાજકોટની શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પૂજ્ય દાદાને હૃદય અંજલિ આપી હેપી ફરગીવ નેસ ડે તરીકે ઉજવણી કરેલ હતી.

વિશ્વ પ્રેમ, કરૂણા, ભાઇચારાનો રસ્તો બતાવનાર જે.પી.વાસવાણી

મહામાનવ તરીકે હમેંશા યાદ રહેશે: વડાપ્રધાને આપી અંજલી

શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ દાદાના માફી આપવા અંગેના વિચારો કે જે હૃદયની સાફ કરીને હૃદય શાંતિ આપે છે તેવા વિચારનો પ્રવાહ વહેતો કરેલ હતો. પૂજ્ય દાદા લેખિત બુક “ક્ષમા કરો અને સુખી રહો” અને “મેજીક ઓફ ફર્ગિવનેસ” માંથી અમૂલ્ય મોતીઓ વીણીને તેની ભજન અને નાટ્યકૃતિ પ્રસ્તુત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ સાધુવાસવાણી મિશન પુનાના પૂજ્ય દીદી શ્રીકિશ્રન કુમારીજીને આ તકે જણાવેલ કે સાધુ ટી એલ વાસવાણી તથા સાધુ જે પી વાસવાણીજી એ બંને ભારતના અમૂલ્ય આધ્યાત્મિક રત્નો હતા, વિશેષમાં તેમણે જણાવેલ કે બંને દાદાએ વિશ્વભરમાં ભાઈચારો સ્નેહ પશુ પંખી પ્રત્યે પ્રેમ અને જીવ હિંસાના વિરોધ દ્વારા પર્યાવરણનું રક્ષણ અને અબોલ પશુ-પંખીઓના રક્ષણની વાત કરી હતી. આજના દિવસે બપોરે 2:00 વાગ્યે અને બે મિનિટ પૂજ્ય દાદાના જન્મદિવસ નિમિત્તે સમગ્ર  વિશ્વમાં સૌ લોકોએ મૌન પાડી આંખો બંધ કરી પોતાની સાથે સંબંધમાં આવેલા કોઈપણ લોકો પ્રત્યે સદ્ભાવની લાગણી હોય કટુતા હોય દુશ્મનના વટ હોય તો તેમને દિલથી માફી આપી અને મનનો બોજ કરવો કરી હૃદય પ્રસન્ન ચિત થાય એ સંદેશો સમગ્ર વિશ્વમાં ફેલાવવામાં આવેલ હતો.

કોર્પોરેટર કુસુમબેન ટેકવાની, લીલા રામભાઈ પોપટણી, ધનરાજભાઈ જેઠાણી, રાજેશ કેશવાણી, ક્રિપાલ કુંદનાની, બી બી ગોગીયા, મનહરભાઈ બૂલચંદાણી, બ્રીજ લાલ સોનવાણી તથા શાળા પરિવારના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.