Abtak Media Google News

કારખાનેદાર અને માથાભારે શખ્સો રૂ.૫.૬૧ કરોડ વસુલ કરવા ધાક-ધમકી દઈ કરોડોની જમીનના દસ્તાવેજ કરાવી લીધા

જૂનાગઢ વડાલ ગામના રહેવાસી અને જિલ્લા પંચાયતના સભ્ય જિલ્લા સિંચાઈ સમીતીના માજી. અધ્યક્ષએ ગઈકાલે પોતાના ઘરે ઝેરી ટીકડા પી લીધાની જાણ પરીવારને થતા પરિવારે સારવારમાં ખસેડતા સારવાર દરમિયાન તેમનું કમકમાટીભર્યું મોત નિપજવા પામ્યું હતું. ઝેરી ટીકડા પીધા પહેલા પરિવારના હાથમાં મરણ જનાર પ્રવિણભાઈ જગજીવનભાઈ કોઠીયા (ઉ.વ.૫૭) વાળાએ લખેલી બે પાનાની સુસાઈડ નોટ પરિવારને હાથ લાગતા આ સુસાઈડ નોટ પોલીસને સોંપી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જ ૫.૬૧ કરોડના વ્યાજચક્રમાંથી પ્રવિણભાઈ કોઠીયાએ આપઘાત કર્યાનું ખુલવા પામ્યું હતું.

જૂનાગઢ પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર જૂનાગઢના વડાલ ગામે રહેતા તેમજ જમીન-માકન લે-વેચનો ધંધો કરતા જિલ્લા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયત સિંચાઈ સમીતીના માજી. અધ્યક્ષ પ્રવિણભાઈ જગજીવનભાઈ કોઠીયા (ઉ.વ.૫૭) વાળાએ પોતાના ઘરે ૪ વાગ્યાની આસપાસના સુમારે ઝેરી ટીકડા પી લીધા હતા. આ અંગે પરિવારને જાણ થતા તાત્કાલીક સારવાર માટે જૂનાગઢ સીવીલ હોસ્પિટલ ખસેડયા હતા જયાં તેમનું સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત નિપજતા પરિવાર પર આભ ફાટયું હતું. ઘટનાના પગલે તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. જયાં પરિવારની પુછપરછ આદરી હતી. પુછપરછ દરમિયાન પરિવારને હાથ લાગેલી બે પાનાની સુસાઈડ નોટ પોલીસને સોંપી હતી જેમાં પ્રફુલભાઈ વર્ષા ઈન્ડ., ગભ‚ ધાંધલ બલીયાવાડ, ભગરૂનો ભાઈ બલીયાવાડ, મેરૂ નથુ દિવરાણીયા-મારૂતી ઓઈલ મીલ સાબલપુર, હરસી આહિર દોલતપરા, ગોવા આહિર દોલતપરા, મસરી બારીયા દોલતપરા, રાજેન્દ્ર ચૌધરી, ધોરાજી અને કેસોદના પ્રવિણ બોરીચા પાસેથી ૫.૬૧ કરોડ વ્યાજે લીધા હોય વ્યાજખોરોએ પોતાની મોટી રકમ વસુલ કરવા કોંગ્રેસી આગેવાની પ્રવિણભાઈ જગજીવનભાઈ કોઠીયા ધાક ધમકી દઈ કરોડો રૂપિયાની જમીનના દસ્તાવેજ કરાવી લીધાનું સ્યુસાઈડ નોટમાં જણાવ્યું હોવાથી મૃતક પ્રવિણભાઈના પુત્ર જીજ્ઞેશભાઈ કોઠીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જૂનાગઢ પંથકના કારખાનેદાર અને માથાભારે શખ્સો સામે ધાક ધમકી દઈ આત્મ હત્યાની ફરજ પાડવાનો ગુનો નોંધી પીએસઆઈ પી.એમ.વાઘમશી સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.