Abtak Media Google News

૧૮ કિલો સોનુ અને લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી કાર કબજે કરી: આરોપીઓમાંનો એક મિલન ભુત તાજનો સાક્ષી બનશે

જુનાગઢ સોના-ચાંદીના ખ્યાતનામ વેપારી નટુભાઈ ચોકસીની ચોકસી વચ્છરાજ મકનજી એન્ટ કંપનીનું ૧૮ કિલો સોનું અમદાવાદથી ગત ૭ એપ્રિલે આવી રહ્યું હતું. આ સોનાની ખરીદીની પ્રોસેસમાં લેટ થઈ જતા કર્મચારીઓ તા.૬ની રાતનું રોકાણ અમદાવાદ ખાતે કરી તા.૭ના સોના સાથે જુનાગઢ આવી રહ્યા હતા ત્યારે વડાલ પાસે ઘટનાને અંજામ આપી ચાર લુંટારાઓએ સ્વીફટ કારથી કર્મચારીઓની કારને આંતરી ૧૮ કિલો સોનાની લુંટ ચલાવી હતી. ઘટનાના પડઘા ગુજરાતભરમાં પડયા હતા. પોલીસના ઉચ્ચ અધિકારીઓ આઈજી અને ડીજીએ તાત્કાલિક આરોપીઓને પકડવા સુચનાઓ જારી કરતા જુનાગઢ એસપી, એલસીબી, એસઓજી, તાલુકા પોલીસ સહિતનો મોટો કાફલો આની તપાસમાં જોતરાયો હતો. તા.૭ના બપોરના સુમારે અંજામ અપાયેલ ઘટનાને ૧૬ કલાક જેવા સમયગાળામાં પોલીસે આખી ઘટનાનો ભેદ ઉકેલી આરોપીઓ તેમજ મુદામાલને કબજે લીધો હતો અને ગત તા.૮ના સાંજના સુમારે પત્રકારો સમક્ષ એસ.પી.એ તમામ વિગતો આપી હતી.

આ અંગે વધુ વિગત અનુસાર ગત તા.૭ના રોજ જુનાગઢના વડાલ પાસે ૧૮ કિલો સોનાની સનસનીખેજ લુંટ થતા આ ઘટનાના ઘેરા પડઘા ગુજરાતભરમાં પડયા હતા. લુંટની જાણ થતા જ પોલીસે નાકાબંધી તેમજ સીસીટીવી ફુટેજ સહિત બાતમીદારોના સહારે તપાસનો દોર શ‚ કર્યો હતો. પેઢીના માલિક નટુભાઈ ચોકસીના પુત્ર દિપકની ફરિયાદના આધારે પોલીસે આ ઘટનામાં આઈપીસી ૩૯૫, ૩૬૫, ૩૪૧, ૫૦૪, ૫૦૬/૨, ૧૧૪ જીપીએકટ ૧૩૫ અન્વયે ગુનો નોંધી તપાસનો દૌર આરંભ્યો હતો. જુનાગઢ જીલ્લા પોલીસ વડા નિલેશ જાજડીયાએ આ તપાસની આગેવાની લીધી હતી. ડીવાયએસપી સ્કવોર્ડ, એલસીબી, એસઓજી, તાલુકા પોલીસ સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના બાદ તુરંત તપાસમાં જોતરાયો હતો.

ઉપલા લેવલે જુનાગઢ રેન્જ આઈજી તેમજ ડીજી પણ આ તપાસમાં સતત માર્ગદર્શન આપતા રહ્યા હતા. ઘટના બાદ તુરંત જ ડ્રાઈવર ગૌતમ પ્રવિણભાઈ મજીઠીયા અને તેની સાથેના સહકર્મચારી મિલન ભુતના નિવેદનો લીધા હતા. આ નિવેદનો બાદ પોલીસને ડ્રાઈવર ગૌતમની આમાં સંડોવણી હોય તેવું પ્રાથમિક તબકકે જ શંકાના ઘેરામાં આવી ગયું હતું. સહકર્મચારી મિલન ભુતે ઘટનાક્રમ વિશે તેમને જેટલી ખબર હતી તે પ્રમાણે પોલીસને સહકાર આપવાનું શ‚ કર્યું હતું અને મિલનના તમામ નિવેદનોની કડી તબકકાવાર મળતી હતી. પોલીસે તરત જ મીજાજ બતાવતા ડ્રાઈવર ગૌતમ ભાંગી પડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.