Abtak Media Google News

490 ટન સીંગદાણાનો જથ્થો મંગાવી ત્રણેય આરોપી ફરાર

મેંદરડા તાલુકાના પાટરામા ગામના વેપારી પિતા તથા તેના બે પુત્રોએ જૂનાગઢના એક વેપારી સાથે રૂ. 2,42,53,725 ની છેતરપીંડી અને વિશ્વાસઘાત કરીી હોવાની જુનાગઢ પોલીસમાં ફરિયાદ થતાં પોલીસ દ્વારા આ પ્રકરણમાં તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisement

જુનાગઢ શહેરના જોષીપરા વિસ્તારમાં આવેલ ન્યૂ બેસ્ટ ઇંગ્લીશ સ્કુલની સામે વ્રજવાટીકામાં રહેતા અને જુનાગઢ – રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ મહાસાગર પંપની સામે વર્ષા ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની ધરાવતા પ્રફુલભાઇ ભીખૂભાઇ દેસાઇ એ પોલીસમાં  ફરિયાદ નોંધાવી છે કે,

પોતાની વર્ષા ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીએ હર્ષદ વેલજીભાઇ પાઘડાર, સંદિપ વેલજીભાઇ પાઘડાર અને વેલજીભાઇ હીરજીભાઇ પાઘડાર એ આવી પોતે પટેલ એગ્રો મશીનરી પેઢીના વેપારીઓ છે તેવી ઓળખ આપીી, પોતાનાઓને મહારાષ્ટ્ર સ્ટેટ સીડ્સ કોર્પોરેશન લીમીટેડમાં સીંગદાણાનો કોન્ટ્રાક્ટ મળેલ છે તેવો મહારાષ્ટ્ર સ્ટેટ સીડ્સ કોર્પોરેશન લીમીટેડ નામનો લેટર બતાવી, ફરીયાદીનો વિશ્વાસ મેળવી હર્ષદ વેલજીભાઇ પાઘડાર (રહે. મુળ ગામ પાટરામાં તા. મેંદરાડા જી. જૂંનાગઢ હાલ રહે. કૂકરમુંડા ગામ તા.વ્યારા જી. તાપી) એ માલ મંગાવી અને તે તમામ માલ આરોપી સંદિપ વેલજીભાઇ પાઘડાર (રહે.ગામ પાટરામાં તા.મેંદરડા જી.જૂનાગઢ હાલ રહે. શક્તિનગર-2, ગંગાનગર પાછળ, આંબાવાડી જોષીપરા જુનાગઢ) તથા વેલજીભાઇ હીરજીભાઇ પાઘડાર (રહે.પાટરામાં તા.મેંદરડા જી.જુનાગઢ) એ  કંપનીએ આવી માલ ચેક કરીી, માલ લોડીંગ કરાવીી, ફરીયાદી પાસેથી સીંગદાણાનો 490.5 ટન કિ. રૂ. 3,29,53,725 નો મેળવી તે પેટેના 87,00,000 ચુકવી આપી, આરોપી હર્ષદએ પોતાને મહારાષ્ટ્ર સ્ટેટ સીડ્સ કોર્પોરેશન લીમીટેડ પાસેથી પેમેન્ટ લેવાનુ છે,

તેવા મહારાષ્ટ્ર સ્ટેટ સીડ્સ કોર્પોરેશન લીમીટેડના ખોટા બનાવટી લેટરપેડ બનાાવી, તેમા આઇ.એ.એસ. અનીલ ભંડારીના નામની ખોટી સહી કરીી, વોટ્સએપ ઉપર મોકલીી, પેમેન્ટ મહારાષ્ટ્ર સ્ટેટ સીડ્સ કોર્પોરેશન લીમીટેડ માથી નહી આવતુ હોવાના બહાનાઓ કરી, ત્યારબાદ તાપી જીલ્લાના વ્યારા તાલુકાના પટેલ મશીનરીના માલીક હર્ષદભાઇ પાઘડાળને મહારાષ્ટ્ર સ્ટેટ સીડ્સ કોર્પોરેશન લીમીટેડ પાસેથી જે પેમેન્ટ લેવાનુ હતુ તેના બદલામા ઘઉ તેમજ ચણાનો માલ પોતાને મળવાનો છે,

તેવો વિશ્વાસ અપાવતા તે માલ ફરીયાદી લેવા સહમત થતા સાહેદ મનીષભાઇ તથા જીગ્નેશભાઇ માલ ભરવા સારૂ આરોપી પાસે જતાા, આરોપીએ પોતાનો મોબાઇલ બંધ કરી, તેમજ પોતાની પેઢી બંધ કરી તેમજ પોતાના રહેણાંક મકાનેથી પણ જતા રહીી, આરોપી વેપારીઓએ ફરીયાદી વેપારી સાથે રૂ.2,42,53,725 ની છેતરપીંડી અને વિશ્વાસઘાત કરીી, મહારાષ્ટ્ર સ્ટેટ સીડ્સ કોર્પોરેશન લીમીટેડના ખોટા ડોક્યુમેન્ટો બનાવી, તેમા આઇ.એ.એસ. અનીલ ભંડારીના નામની ખોટી સહી કરી દુલ્હો કર્યાની ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.