Abtak Media Google News
  • રાજકોટ જિલ્લા જેલમાં ચિત્રોની કેદીઓ ઉપર સકારાત્મક, પ્રેરણાત્મક અસર જોવા મળશે
  • એકલતા અનુભવતા હોય તેવાં અને જેલ મુક્ત થયા પછી સમાજમાં પુન: સ્થાપિત થાય તેવા પ્રેરણાં આપતા ચિત્રોનું નિર્માણ

Whatsapp Image 2024 01 29 At 8.37.24 Am

જીવનમા પ્રેરણા આપતું અદ્ભુત ચિત્રો રાજકોટ જેલમાં બનાવવામાં આવ્યા છે.  એક બે નહીં પણ 200 જેટલાં પ્રેરણાત્મક ચિત્રો  ચિત્ર નગરીના 96 કલાકારોએ રાજકોટની જેલમાં બનાવ્યાં છે.Whatsapp Image 2024 01 29 At 8.37.24 Am 1 1 જે કેદીઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે.રાજકોટ ચિત્ર નગરીના કલાકારોએ થોડા સમય પહેલા બરોડાની જેલમાં ચિત્રો બનાવ્યાં હતાં.Whatsapp Image 2024 01 29 At 8.37.22 Am જેની કેદીઓ ઉપર સકારાત્મક અસર જોવા મળી હતી. જે વાતને ધ્યાને લઈ ઘર આંગણાની રાજકોટની જેલમાં પણ બનાવવાં જોઈએ તેવા વિચારને  રવિવારે સાકાર કર્યો હતો.Whatsapp Image 2024 01 29 At 8.37.24 Am 3 1

રાજકોટ ચિત્ર નગરીના 96 કલાકરોએ સવારે 9 વાગ્યાથી જ ચિત્રો દોરવાનો પ્રારંભ કર્યો હતો. સાંજે સાત વાગ્યા સુધીમાં 200 જેટલાં પ્રેરણાત્મક ચિત્રો આબેહૂબ તૈયાર કર્યાં હતાં.જેલના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સુધીરભાઈ ગોપલાણીએ કહ્યું કે કેદીઓને પ્રેરણા મળે તે પ્રકારનાં ચિત્રો દોરવામાં આવ્યાં છે. જેમાં બે વિભાગને ધ્યાને લેવામાં આવ્યા છે.Whatsapp Image 2024 01 29 At 8.37.26 Am

એક તો કેદી જેલમાં હોય તો તેમની ગેરહાજરીમાં બાકીના પરિવારજનોની સ્થિતિ કેવી હોય? એકલતા અનુભવતા હોય તેવાં ચિત્રોથી બનાવાયાં છે.  બીજા તબક્કાની વાત કરીએ તો તેમાં જેલમાંથી મુક્ત થયા પછી કેદી સમાજમાં પુન: સ્થાપિત થાય, કામ- ધંધો કરી શકે તેની પ્રેરણાં આપતાં ચિત્રો બનાવાયાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.