Abtak Media Google News

૨૪મીએ દિકરીઓનું લાખેણુ આણુ પથરાશે

52

સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દિકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા સતત બીજી વખત વહાલુડીનાં વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૧૭મી નવેમ્બરનાં રોજ કરણ પાર્ટી પ્લોટ ખાતે લગ્ન લખવાનાં કાર્યક્રમનું આયોજન શહેર શ્રેષ્ઠીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનાં મુખ્ય યજમાન તરીકે શહેર શ્રેષ્ઠી કિરીટભાઈ પટેલ અને વસંતભાઈ ગધેશા હતા. આ ઉપરાંત આગામી ૨૪મી તારીખે દિકરીઓનું લાખેણુ આણુ પથરાશે. જેમાં તેઓને ૩૦,૦૦,૦૦ સુધીનું આણુ આપવામાં આવશે.

૨૧ ડિસેમ્બર અને ૨૨ ડિસેમ્બરનાં રોજ લગ્નોત્સવ યોજાશે. ૨૧ ડિસેમ્બરે સવારે મંડપ ઉત્સવ અને મહેંદી અને સાંજે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનાં હોલમાં માયાભાઈ આહિરનો કાર્યક્રમ યોજાશે. ૨૨ ડિસેમ્બર સિઝન્સ કલબ કાલાવડ રોડ ખાતે લગ્નોત્સવ યોજવામાં આવશે. જેમાં દરેક સમાજ શ્રેષ્ઠીઓનો સિંહ ફાળો રહેલો છે.

53

મુકેશભાઈ દોશીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દિકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા સતત બીજા વર્ષે માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ ૨૨ દિકરીઓનાં જાજરમાન લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૧૭મી નવેમ્બરનાં રોજ સાંજે જાંજરમાન લગ્ન લખવાનો કાર્યક્રમ યોજાયેલ હતો. ખાસ કરીને દાતાઓ અને દિકરાનું ઘર વૃદ્ધાશ્રમની ટીમનાં પ્રયાસોથી આ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

કિરીટભાઈ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સતત બીજી વખત વહાલુડીનાં વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૨ દિકરીઓનો જાજરમાન લગ્નોત્સવ યોજાશે. ખાસ કરીને દિકરીઓએ માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ છે તેવી દિકરીઓનો એક નહીં પરંતુ દિકરાનું ઘર વૃદ્ધાશ્રમનાં તમામ લોકો તેમના માતા-પિતા ભાઈ બની તેમનું ક્ધયાદાન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.