Abtak Media Google News

મોતને ભેટવા નીકળેલી અમદાવાદની મહિલાને કરાઈ એકેડેમીમાં ફરજ બજાવતા ડી.વાઈ.એસ.પી ગિરિરાજસિંહ જાડેજાની  સતર્કતાના કારણે મોતને વ્હાલું કરતા પેહલા દીર્ઘદ્રષ્ટિ  વાપરી બચાવી લેવાઈ છે. અમદાવાદની મહિલા કપુત્રના મહેણાથી કંટાળી કરાઈ પાસેની નર્મદા કેનાલમાં જાત ડુબાળે  તે પેહલા દેવદૂત બની આવેલા કરાઈ એકેડમીના ડી.વાઈ.એસ.પી પોહંચી જઇ એક માનવ જિંદગી બચાવી છે.

કેનાલમાં પડતું મુકે તે પહેલા જ મહિલાને બચાવી લેવાઇ

પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીનગર કરાઈ એકેડમીમાં ફરજ બજાવતા અને બે વખત રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવી ચૂકેલા ગિરિરાજસિંહ જાડેજા  પોતાની ગાડી લઈ કરાઈ એકેડેમી જઈ રહ્યા હતા ત્યારે ત્યાં નજીકમાં આવેલી નર્મદા કેનાલ પાસે એક સાડી પેહરેલી મહિલા દેખાઈ રહી હતી. ગિરિરાજસિંહ ની પારખું દ્રષ્ટિ અને અનુભવના આધારે જણાયું કે એ મહિલા પોતાની જાત ડુબાળવા જ કેનાલ ખાતે આવી છે જેથી સમયસૂચકતા વાપરી ગાડી સ્પીડમાં હંકારી મહિલા પાસે પોહચી ગયા હતા અને બૂમ પાડીને રોકી હતી.ત્યારબાદ મહિલાનું નામ સરનામું પૂછ્યું હતું પરંતુ મહિલાએ એક પણ હરફ ઉચ્ચાર્યો ન હતો છતાં ગિરિરાજસિંહ સંવાદ ચાલુ રાખી અંતે મહિલા એ રડમસ અવાજે પોતાની ઓળખ  આપી કેનાલમાં મોતની છલાંગ લગાવવા આવ્યાની કબૂલાત કરી હતી. ચોધાર આંસુડે પોતાની બીના વર્ણવતા મહિલાએ કહ્યું હતું કે તે  મહિલા અમદાવાદની રહેવાસી છે . જેનાં પરિવારમાં પતિ અને બે દીકરાઓ છે . પતિ પ્રાઇવેટ નોકરી કરે છે .

મોટો દીકરો કોઈ કામ ધંધો કરતો નથી . તેનાં ભવિષ્યનું વિચારીને તેને કામધંધો કરવાની ટકોર કરતી હતી . ઊલટાનું બેરોજગાર કપુત્ર  પોતાની જન્મદાત્રીને  મહેણાં ટોણા મારી સતત ત્રાસ આપતો હતો  આ બધું જનેતા  તરીકે સાંભળવું અસહજ અને દયનીય બની ગયું હતું . એમાંય દીકરો સગી માતા ને  તું મરી જા , તું મરી જા કહ્યા કરતો હતો . આખરે દીકરાના અસહય ત્રાસ અને કાયમીનાં મેંહણા ટોણાથી કંટાળી મહિલા ઘરેથી નીકળી મોતને ભેટવા કેનાલ આવી હતી

પરંતુ  દેવદૂત બની આવી પહોંચેલા ડી. વાઈ.એસ.પી. ગિરિરાજસિંહ ને લીધે મોતની છલાંગ લગાવે એ પેહલા જ બચાવી લેવાઈ હતી. મહિલા  સ્વસ્થ થતાં જાતે રિક્ષામાં બેસીને ઘરે જવાની વાત કરી રહી હતી.પરંતુ કંઈ અજુગતું ન બને તેથી  કંટ્રોલ રૂમમાં જાણ કરીને  ઈન્ફોસિટી પોલીસની પીસીઆર વાન આવી બોલાવી સ્થાનિક પોલીસને મહિલાની સોંપણી કરી હતી.વધુમાં ગિરિરાજસિંહ જાડેજા સી.એમ સિક્યોરિટી માં ફરજ બજાવી ચૂકેલા છે અને તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ બે વખત રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.