Abtak Media Google News

જસદણ કાઠી સમાજમાં શોકનો માહોલ છવાયો

જસદણના આટકોટ ભાવનગર હાઈવે પર એક કાર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાતા બોટાદના એક આશાસ્પદ કાઠી ક્ષત્રીય યુવાનનું મોત થતા જસદણ કાઠી સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ આ અંગેની વિગત એવી છેકે મુળ બોટાદના જરીયા ગામના વતની અને હાલમાં બોટાદના હનુમાનપુરી વિસ્તારમાં રહેતા એલઆઈસીનાં એજન્ટ રાજકુભાઈ કનુભાઈ બોરીચા ઉ.વ..૩૧ પોતાની કાર લઈને રાજકોટથી એકલા પરત ફરી રહ્યા હતા. ત્યારે આટકોટ નજીક એક હોટલ પાસે એક આઈશર સામે ધડાકાભેર કાર અથડાતા રાજકુભાઈનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતુ આ કાર અને આઈશર વચ્ચે અકસ્માત સર્જાતા હાઈવે પર લોકો અને વાહનોના ટોળા એકત્ર થતા અકસ્માત સર્જનાર આઈશર ચાલક ટ્રક રેઢો મૂકી ફરાર થઈ ગયો હતો.

ત્યારે આટકોટ પોલીસ ત્યાં પહોચી મૃતકને પીએમ માટે જસદણ દવાખાને લાવેલ હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક રાજકુભાઈ પોતાના પિતાને એકમાત્ર પુત્ર હતા અને તેમને સંતાનોમાં ત્રણ પુત્રીઓ છે. ત્રણ નાની બાળાઓએ પિતાની અને વૃધ્ધ માતા પિતાએ કંધોતરની છત્રછાયાગુમાવતા જસદણ હોસ્પિટલમાં તેમના સંબંધીઓ અને સાથે કાઠી ક્ષત્રીય સમાજમાં પણ શોકનો માહોલ રચાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.