Abtak Media Google News

રાજ્યમાં પોલીસ ભરતી મુદ્દે રાહતના સમાચાર આવ્યા છે. કોરોના મહામારી અને કોરોનાની બીજી લહેરને લઈએ જીપીએસસીની જુદા જુદા વિભાગોની પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી. પરંતુ, હવે સંક્રમણ ઘટતા પરીક્ષાઓ લેવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર આવ્યા છે.પીઆઇની ફિઝિકલ પરીક્ષા ૧૪ થી ૧૮ જૂન દરમિયાન લેવાશે ચાલુ વર્ષે જીપીએસસીથી યોજાનારી પીઆઈની ફિઝિકલ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.

Advertisement

કોરોના મહામારીની બીજી લહેરને કારણે આ પરીક્ષા પહેલા લેવાનાર હતી પરંતુ સંક્રમણ વધતા પરીક્ષાની તારીખો જાહેર કરવામાં નહોતી આવી. હવે આ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. જૂનના બીજા સપ્તાહ બાદ પીઆઇની ફિઝિકલ પરીક્ષા લેવાશે.

મળતી માહિતી મુજબ, આગામી ૧૪થી ૧૮ જૂન સુધી પીઆઈની ફિઝિકલ પરીક્ષા યોજવામાં આવશે. આ ફિઝિકલ પરીક્ષા કરાઈ પોલીસ એકેડમીમાં લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.