Abtak Media Google News

ઉશ્કેરીજનક વીડિયો વાયરલ કરી પોતાનું મકાન ઇનામમાં આપવાની કરી જાહેરાત

નુપર શર્માના નિવેદન બાદ સમગ્ર દેશ ભડકે બરી રહ્યું છે ત્યારે અજમેરથી વધુ એક વિવાદાસ્પદ વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીનો છે. આ વીડિયોમાં ખાદિમ સલમાન ચિશ્તી નૂપુર શર્મા માટે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. વાઇરલ વીડિયોમાં તેને નૂપુર શર્માનું ગળું કાપીને લઈ આવશે તેને તે પોતાનું મકાન આપી દેશે તેવું ફરમાન બહાર પાડ્યું છે જેના પગલે અજમેર પોલીસે વીડિયોને આધાર બનાવીને ખાદિમની સામે ફરિયાદ નોંધી લીધી છે. ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે ખાદીમની શોધખેર કરતા તેનું લોકેશન કાશ્મીરમાં જોવા મળ્યું છે.

વાઇરલ વીડિયોમાં દેખાતો માણસ અજમેર દરગાહનો ખાદિમ છે અને સાથે સાથે દરગાહ પોલીસ સ્ટેશનનો હિસ્ટ્રીશીટર પણ છે. તેના પર વિવાદ કેસ નોંધાયેલા છે. તેણે પોતાનું નામ સલમાન ગણાવ્યું છે. વીડિયોમાં આ વ્યક્તિ રોતા રોતા તેમના વડીલોના સોગંદ ખાઈને સલમાન કહે છે, મને મારી માના સોગંદ.. હું તેને જાહેરમાં ગોળી મારી દેત, મને મારાં બાળકોના સમ… હું તેને ગોળી મારી દેત અને આજે પણ છાતી ઠોકીને કહું છું, જે પણ નૂપુર શર્માનું ગળું કાપીને લઈને આવશે તેને મારું ઘર આપીને હું રસ્તા પર આવી જઈશ. આ સલમાનનો વાયદો છે.વીડિયોમાં આગળ તેણે પોતાને તેમના ખ્વાજાના સાચા સિપાહી ગણાવીને કહ્યું છે કે હું આજે પણ ચીરવાની તાકાત રાખું છું. વાઇરલ વીડિયોમાં સલમાન મુસ્લિમોને ઉશ્કેરવાની વાતો કરી રહ્યો છે. નોંધનીય છે કે 17 જૂને ગરીબ નવાઝની દરગાહમાંથી બહાર કાઢવામાં આવેલા મૌન સરઘસમાં દરગાહના ખાદિમ ગૌહર ચિશ્તીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. બાદ અજમેર શહેરના અલવર ગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. એએસપી વિકાસ સાંગવાને જણાવ્યું હતું કે સલમાન ચિશ્તી સામે ફરિયાદ નોંધી લેવામાં આવી છે અને તેને શોધવામાં આવી રહ્યો છે. માનવામાં આવે છે કે હાલ સલમાન ચિશ્તીનું લોકેશન કાશ્મીરનું દેખાડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.