Abtak Media Google News

મધ્યપ્રદેશના ધાર જિલ્લાની કુખ્યાત ટોળકીએ લૂંટ ચલાવવા ચોરાવ મોટર સાયકલનો ઉપયોગ કર્યાનો ધડાકો

મોરબીના લૂંટાવદર નજીક સોની વેપારીને આંખમાં મરચું નાખી લાખો રૂપિયા દાગીના લૂંટી લેવા પ્રકરણમાં મોરબી એલસીબીને મોટી સફળતા મળી છે અને આ લૂંટમાં સંડોવાયેલ મધ્યપ્રદેશના ધાર જિલ્લાની લૂંટારું ગેંગના બે શખ્સોને પીપળી નજીકથી ઉપાડી લઇ પૂછતાછ કરતા વાંકાનેરની લાખોની ઘરફોડીનો ભેદ પણ ઉકેલાઈ જવા પામ્યો છે.

મોરબી ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસે લૂંટાવદર લૂંટ પ્રકરણનો ભેદ ઉકેલાઈ જતા પત્રકાર પરિષદ યોજી લૂંટની ઘટના અંગે સિલસીલાબદ્ધ વિગતો આપતા જણાવ્યું હતું કે ગત તારીખ ૩૦ એપ્રિલના રોજ પીપળીયા ચોકડીથી પોતાની દુકાન બંધ કરી ઘેર જઇ રહેલા સોની વેપારીને આંતરી આંખમાં મરચાની ભૂકી છાંટી સોના – ચાંદીના દાગીનાની લૂંટ ચલાવવા પ્રકરણમાં એલસીબી હેડ કોન્સ્ટેબલ રાજનીકાંતભાઈ કૈલાને મળેલી હકીકતને આધારે પીપળી ગામ પાસેથી બે શખ્સોને ઉપાડી લઈ પૂછપરછ કરાતા આ ગુન્હાનો ભેદ ઉકેલાય ગયો છે.

Img 20180521 Wa0020વધુમાં પોલીસે પીપળી નજીકથી સાગરસિંગ આલમસિંગ નાનકીયા,રે.મૂળ ખરબચડી ગામ, પોસ્ટ જીરાબદ,તા.ગંધવાણી, જિલ્લો ધાર મધ્યપ્રદેશ તથા ઈદ કડકસિંગ ઉર્ફે ઝહરસિંગ, રે.મૂળ નરવાલી ગામ,તા.કુક્ષી, જિલ્લો ધાર, મધ્યપ્રદેશ વાળાની અટકાયત કરી પૂછપરછ કરતા લૂંટાવદર નજીક લૂંટ ચલાવી ૭ કિલો ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૧,૨૦, ૦૦૦ તેમજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧,૮૮,૦૦૦ રોકડા અને ૧,૦૫,૦૦૦ ના દાગીના મળી કુલ રૂપિયા ૨, ૯૩, ૦૦૦ ની અનડીટેકટ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ધાર જિલ્લાની આ ગેંગ દ્વારા લૂંટ ચલાવવા માટે પીપળીની ગજાનંદ સોસાયટીમાંથી બાઇક ચોરી આ લૂંટને અંજામ આપી લૂંટલો માલ મધ્યપ્રદેશના જોબટ ગામે સોની વેપારીને વેચ્યો હોવાની ચોંકાવનારી કબૂલાત આપી હતી.

વધુમાં મોરબી એલસીબી એ આ લૂંટમાં સંડોવાયેલ અન્ય આરોપીઓના નામ ખોલવામાં સફળતા મેળવી છે અને આ ચકચારી લૂંટમાં ઝડપાયેલા બન્ને આરોપીઓ સાથે સહ આરોપી તરીકે ખીમન તસુ મછાર, દિલીપ તથા મળીયાસિંગ સહિતના આરોપીઓ સંડોવાયેલ હોવાની કબૂલાત આપતા હાલ પોલીસે બંને આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન અને નમ્બર પ્લેટ વગરના મોટર સાયકલ સહિત ૨૨,૫૦૦ નો મુદામાલ જપ્ત કરી કુલ રૂપિયા ૪, ૧૩, ૦૦૦ ની લૂંટ અને ઘરફોડીની ઘટનાનો ભેદ ઉકેલી નાખી બાકીના આરોપીઓને ઝડપી લેવાની સાથે ચોરી – લૂંટનો મુદામાલ કબ્જે કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.