Abtak Media Google News

લે બોલ, બિપાશાએ કોન્ડોમની એડ કરી તેમાં તો આભ ફાટી પડ્યું છે ! જી હા, બિપાશા બાસુએ હબ્બી કરન સિંઘ ગ્રોવર સાથે પ્લે ગાર્ડ કોન્ડોમની જાહેરાત કરી તેમાં વિવાદમાં સપડાઇ ગઇ છે. કોન્ડોમની એડમાં તો સન્ની લીઓનીએ પણ કામ કર્યુ છે.

બિપાશા બાસુ સામે વિવાદ થવો તે કોઇ નવી વાત નથી. જ્યારે ૨૦૦૧માં બિપાશા ફિલ્મોમાં નવી હતી ત્યારે તેને શ્યામ વર્ણી કહીને ઉતારી પાડવામાં આવી હતી. આ સિવાય , તેને બોંગ એટલે કે માછલી ખાનારી બંગાળી તરીકે કોમેન્ટ પાસ કરવામાં આવતી હતી. ત્યાર બાદ તેણે પોતાનું સ્થાન બનાવ્યું જો કે બિપાશાના નામે હજુ સુધી એકેય સોલો હીટ આવી નથી. આ ઉપરાંત તે એકેય કેમ્પ યશરાજ કેમ્પ, કરન જોહર કેમ્પ, ભટ્ટ કેમ્પમાં પોતાનું સ્થાન બનાવી શકી નથી. કેમ કે- બિપાશા કહે છે કે મને ચમચાગીરી પસંદ નથી.

છેલ્લે તેણે વિક્રમ ભટ્ટની હોરર ફિલ્મમાં કામ કર્યુ. ત્યાર બાદ લગ્ન કરી લેતા માર્કેટ ઠંડી પડી ગઇ છે. તેણે સલમાન ખાનની દા-બેંગ ટૂરમાં કામ કર્યુ હવે બંને પાસે કોઇ કામ ન રહેતા કોન્ડોમની એડ ફિલ્મમાં કામ કામ કર્યુ છે.

બિપાશા અને કરન બંને ફિટનેશ કોન્સીયસ છે એટલે રેગ્યુલર જીમ જાય છે, તેમના પર એવી પણ કોમેન્ટ પાસ થઇ હતી કે બંને બેકાર છે એટલે મોટા ભાગનો વખત જીમમાં પસાર કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.