Abtak Media Google News

ઘઉંએ શક્તિવર્ધક અનાજ છે. પણ તેની સાથે એક ઉપયોગી ઔષધી પણ છે તમે તેના ૫ ઉપયોગી ફાયદા વિશે પણ વધુ નહી જાણતા હોવ. પરંતુ ઘઉંના ૫ જાદુઇ ઔષધિય ગુણ છે.

સ્મરણ શક્તિ

ઘઉંથી બનેલા હરીરામાં ખાંડ અને બદામ નાખીને પીવાથી સ્મરણ શક્તિ વધે છે. તેની સાથે જ મગજની નબળાઇ પણ દૂર કરે છે.

 ખંજવાળ

ઘઉંનો લોટ બાંધીને લગાડવાથી ત્વચાથી બળતરા, ખંજવાળ, ફોલ્લા-ફોલ્લીઓ વગેરેમાં ઠંડક આપી શકાય છે. આ ઉપરાંત જો કોઇ ઝેરીલા કીટ કરડે તો ઘઉંના લોટમાં સિરકા મિક્સ કરી દેશના ભાગ પર લગાવવાથી પણ લાભ થાય છે.

ખાંસી

૨૦ ગ્રામ ઘઉંના દાણામાં મીઠુ મિક્સ કરી ૨૫૦ ગ્રામ પાણીમાં બાફી લો. જ્યાં સુધી પાણીની માત્રા એક તૃત્યાંશ જેટલી જ રહે ત્યાં સુધી બાફો. એને ગરમ-ગરમ પી લો. સતત એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી ખાંસી મટી જાય છે.

અસ્થિ ભંગ

આ સ્થિતિમાં થોડા ઘઉંના દાણાને તવા પર શેકીને વાટી લો. પછી તેમાં મધ મિક્સ કરી થોડા દિવસો સુધી ચાટવાથી અસ્થિભંગ દૂશ્ર થાય છે.

 પથરી 

પથરી કે સ્ટોન હોય તે વ્યક્તિને ઘઉં અને ચણાને ઉકાળીને તેનુ પાણી થોડા દિવસો સુધી પીવડાવવાથી મુત્રાશય અને ગુર્દાની ઓગળીને નિકળી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.