Abtak Media Google News

કચ્છ-સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ દ્વારા હેપ્પીનેશ મેટર્સ એ વિષયે રાજકોટની સનસાઇન ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સના ઇન્ટેગ્રેટેડ કેમ્પસના ડાયરેકટર ડો. વિકાસ અરોરાના વાર્તાલાપના કાર્યક્રમનું આયોજન કે.એસ. પી.સી.ના પ્રમુખ હસુભાઇ દવેના માર્ગદર્શન હેઠળ કાલે સવારે ૧૧ કલાકે ઝુમ મીટીંગ એપના માઘ્યમથી અને નીચે મુજબના આઇ.ડી. પાસવર્ડનો ઉપયોગ કરી આ કાર્યક્રમ લાઇવ નિહાળી શકાશે. જેનું ઝુમ મીટીંગ આઇ.ડી. ૭૬૬૧૨ ૯૨૬૯૦૪ અને પાસવર્ક વફાાશક્ષયતત   છે.  રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજીસ્ટ્રેશન માટે મો. નં. ૯૧૦૪૧ ૨૯૨૯૯ પર સંપર્ક કરવો.

આ કાર્યક્રમના વકતા ડો. વિકાસ અરોરાએ જણાવેલ છે કે દરેક વ્યકિત હંમેશા ખુશ થવા માટે પ્રયત્નો કરતા હોય છે. કારણ કે દરેક વ્યકિત માટે ખુશી મહત્વની છે. ખુશી આપણી અંદર જ છુપાયેલી હોય છે તે ભગવાનની એક સુંદર રચના છે. જેને આપણે જાગૃત કરવાની છે. જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ હોય તેનો સામનો કરીને ખુશ રહેવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.