Abtak Media Google News

નવા વાહનોના વેંચાણમાં ૯૦ ટકા જેટલો અધધ… ઘટાડો: વાહનોનું વેચાણ નહિંવત્ થતા આરટીઓ અને ફાઇનાન્સ કંપનીઓને ભારે નુકશાની

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના કહેરને રોકવા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉન કરવામાં આવ્યું હતુ આશરે બે માસ સુધી ચાલેલા આ લોકડાઉનના કારણે જીવન જ‚રી સિવાયના તમામ ધંધા વ્યવસાયો બંધ રહેવા પામ્યા હતા. જેના કારણે અન્ય ઉદ્યોગોની જેમ ઓટોમોબાઈલ ઉદ્યોગને પણ ભારે નુકશાન થવા પામ્યું છે. અનલોક ૧ દરમ્યાન અન્ય ઉદ્યોગોની જેમ ઓટોમોબાઈલ ક્ષેત્રનાં શો ‚મો અને મેન્યુફેકચરીંગ યુનિટોને ખોલવાની મંજુરી આપવામાં આવી છે.પરંતુ તેમાં નવા વાહનો ખૂબજ ઓછા પ્રમાણમાં વેંચાયા હતા. હાલમાં અગાઉના સમયની સરખામણીમાં માત્ર ૧૦ ટકા જેટલી જ નવા વાહનોની ખરીદી થવાપામી છે. જેથી છેલ્લા થોડા વર્ષોથી મંદીનો સામનો કરી રહેલા ઓટોમોબાઈલ ઉદ્યોગને કોરોના અને લોકડાઉને મરણતોલ ફટકો માર્યો છે. નવા વાહનોનું વેંચાણ નહિવત થતા આરટીઓ તથા ફાયનાન્સ કંપનીઓને પણ ભારે નુકશાની થવા પામી છે.

Advertisement

સતત વિકસતાજતા રાજકોટ શહેરમાં નવા ટુ-વ્હીલર, ફોર-વ્હીલર વાહનોની માંગમાં ભારે વધારો થઈ રહ્યો છે. જેથી શહેરમાં નવા ટુ વ્હીલર અને ફોર વ્હીલરો વેચતી મોટાભાગની વાહન કંપનીઓનાં આશરે ૧૦૦ જેટલા શો ‚મ આવેલા છે. લોકડાઉન પહેલા એક આંકડા મુજબ રાજકોટ શહેરમાં આવેલા આ વાહનોના શો ‚મોમાંથી દર મહિને છ હજાર ટુ વ્હીલર અને બે હજાર ફોર વ્હીલર વાહનોનું વેચાણ થતું હતુ ઉપરાંત શહેરમાં આવેલા સેક્ધડ હેન્ડ ટુ વ્હીલર અને ફોર વ્હીલર વેચનારા ડીલરો પણ આટલા જ વાહનો વેચતા હતા. લોકડાઉન સમયગાળા દરમ્યાન વાહન ડીલરોએ ઓનલાઈન બુકીંગ શ‚ કર્યું હતુ પરંતુ તેને ખૂબજ નબળો પ્રતિસાદ મળ્યો હતો. લોકડાઉન દરમ્યાન વાહન ડીલરોએ પોતાનીપાસે પડી રહેલા બીએસ.૪ ટેકનોલોજીવાળા વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને આ વાહનોને ભંગાર થતા અટકાવ્યા હતા. જેથી લોકડાઉનનાં બે માસ દરમ્યાન મોટાભાગે જૂની ટેકનોલોજી વાળા બી.એસ.૪ વાહનોનું વેંચાણ થવા પામ્યું છે.

ગત એપ્રિલ અને મે માસના સમયગાળામાં નવ વાહનોનું વેંચાણ ઘટીને ૧૭૦૦ જેટલું જ રહેવા પામ્યું હતુ ચાલુ માસમાં પણ નહીંવત માત્રામાં નવા વાહનો વેચાયા હોય તથા ડીલરો પાસે નહિંવત ઈન્કવાયરીઓ આવી રહી છે. જેથી લોકડાઉન પહેલાની સરખામણીમાં હાલમાં નવા વાહનોનું વેચાણ ૧૦ ટકા જેટલું જ થવા પામ્યું છે. નવા વાહનોનું વેચાણ નહિવત થઈ જતા આરટીઓ તંત્રને થતા રોડ ટેકસની આવકમાં પણ ભારે ગાબડુ પડવા પામ્યું છે. નવા વાહનોનું વેચાણ નહિવત થઈ જતા તેના પર લોન આપવાની કામગીરી કરતી ફાયનાન્સ કંપનીઓની હાલત પણ પતળી થઈ જવા પામી છે. લોકડાઉનના કારણે ધંધા વ્યવસાયો સજજડ બંધ રહ્યા હોય સરકારે લોનના હપ્તા ભરવામાં ત્રણ માસની છૂટ આપવામાં આવી છે.જેના કારણે મોટાભાગના લોનધારકો તેમની લોનના હપ્તા ન ભરતા નથી.

જૂના લોનધારકો સરકારની છૂટના કારણે લોનના હપ્તા ભરતા ન હોય અને નવા વાહનોની ખરીદી નહિવત થઈ જવાના કારણે નવી લોન થતી નતી. જેના કારણે ફાયનાન્સ કંપનીઓને હાલમાં બેવડો ફટકો લાગી રહ્યો છે. એક જાણીતી ફાયનાન્સ કંપની કે જે લોકડાઉન પહેલા દરમહિને ૩૦૦થી ૩૫૦ જેટલા ટુ વ્હીલર વાહનો પર લોન આપતી હતી. આ કંપનીએ હાલના સમયમાં માત્ર ૫૦ જેટલા ટુ વ્હીલર વાહનો પર લોન આપી છે. આ કંપનીને જૂની લોનના હપ્તાની રીકવરી પણ ૩૦ ટકા જેટલી જ રહેવા પામી છે. જો કે, ચાલુ વર્ષે ચોમાસુ સા‚ રહેવાની આગાહીના કારણે ખેત ઉત્પાદન સા‚ થવાની સંભાવના છે. ખેતી આધારિત અર્થતંત્ર ધરાવતા ભારતમાં દિવાળી બાદ આર્થિક તરલતા વધવાની સંભાવના છે. જેથી મૃત:પ્રાય અવસ્થામાં પહોચી ગયેલા ઓટોમોબાઈલ ક્ષેત્રમાં દિવાળી બાદ આંશિક કળ વળે તેવી સંભાવના વ્યકત થઈ રહી છે.

વાહનોમાં જીએસટી ઘટાડવા  ઉપરાંત સરકાર ૧૫ ટકા લોનની ગેરેન્ટર બને: શ્યામભાઈ રાયચૂરા

987

હોન્ડા કાર ઈન્ડીયાના ડીલર આન હોન્ડાના મેનેજીંગ ડીરેકટર શ્યામભાઈ રાયચૂરાએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતુ કે રાજકોટમાં ગયા વર્ષે દર મહિને ૫ થી ૬ હજાર ટુ વ્હીલર વાહનોનું જયારે ફોર વ્હીલર વાહનોમાં ૨ હજારનું વેચાણ થતું હતુ જેની સરખામણીમાં લોકડાઉનના કારણે ગત એપ્રિલ-મે માસના સમયમાં માત્ર ૧૦ ટકા જેટલુ જ વેચાણ થયું છે. અમારા ક્ષેત્રમાં છેલ્લા બે વષર્ષથી મંદીનો મહોલ હતો. તેમાં આ મહામારીના કારણે સ્થિતિ વધુ વિકટ બની છે. થોડા સમય પહેલા વાહનોમાં બીએસ.૪માંથી બીએસ.૬ ટેકનોલોજી અપગ્રેડ કરવાનો નિયમ આવ્યો હતો. જેના કારણે વાહનોની કિંમતમાં સરેરાશ ૧૫ ટકાનો વધારો આવ્યો છે. જેથી વધેલી કિંમતોની અસર નવા વાહનોની ખરીદીમાં આવી રહી છે. આ વર્ષે ચોમાસુ સા‚ રહેવાની આગાહી છે. જેથી લોકોની આવકમાં વધારો થાય તો વાહનોના વેંચાણમાં વધારો

થાય તેવી આશા છે. અમારા સંગઠ્ઠન ‘ફાડા’એ તાજેતરમાં સરકારને રજૂઆત કરી છે કે વાહનો પરના જીએસટી દરમાં થોડા સમય માટે ઘટાડો કરવામાં આવે ઉપરાંત એમએસએમઈ સેકટરને રાહત આપી છે તે રીતે વાહનોની કિંમતના ૧૫ ટકા કિંમતની લોનમાં સરકાર ગેરેન્ટેડ બને અત્યારે વાહનોની વધેલી કિંમત પાંચ વર્ષના ફરજીયાત ઈન્સ્યોરન્સ વગેરેના કારણે કોઈ પણ વ્યકિતને લોન પર ટુ વ્હીલર લેવું હોય તો તેનું ડાઉન પેમેન્ટ ૨૦ થી ૨૫ હજાર ‚રૂ. આસપાસ થાય છે. જે પહેલા ‚રૂ.૧૦ હજારની આસપાસ રહેતું હતુ આ બધા મુદાઓનાં કારણે પણ વાહનોના વેચાણ પર અસર થવાની છે. જેથી સરકાર લોનની ગેરેન્ટર ઓછા ડાઉન પેમેન્ટ પર મળે તો પણ વાહનોનું વેચાણ વધી શકે છે.

એપ્રિલ-મે માસમાં નવા વાહનોના રજીસ્ટ્રેશનમાં ૯૪ ટકા જેવો ધટાડો: આર.ટી.ઓ. લાઠીયા

Vlcsnap 2020 06 17 15H52M33S325

રાજકોટ આર.ટી.ઓ. કચેરીના ઇન્ચાર્જ આર.ટી.ઓ. પ્રતિક લાઠીયાએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે ગત વર્ષે એપ્રિલ- મે માસમાં ર૪,૭૦૦ જેટલા નવા વાહનોનું રજીસ્ટ્રેશન થયું હતું. જેની સરખામણી આ વર્ષે એિ૫્રલ-મે માસમાં લોકડાઉનના કારણે ૧૭૦૦ જેટલા જ નવા વાહનો રજીસ્ટ્રેશન  થયું છે. જેથી, ગત વર્ષની સરખામણી આ બે માસમાં નાના વાહનોના રજીસ્ટ્રેશનમાં ૯ર થી ૯૪ ટકા જેવો ધટાડો થવા પામ્યો છે. હાલમાં અનલોક-૧ માં અરજદારોને આર.ટી.ઓ. કચેરીએ ન આવવું પડે તે માટે ફેસલેશ સુવિધાનો લાભ લઇ શકે છે. ફેસલેસ સુવિધા ગત તા. ૨૦-૧૧-૨૦૧૯ થી સરકારની ગાઇડલાઇન પ્રમાણે ચાલુ છે. જેમાં લાયસન્સ રીન્યુઅલ ડુપ્લીકેટ લાયસન્સ ની સુવિધાઓ આર.ટી.ઓ. કચેરીએ આવ્યા વગર ઓનલાઇન ફોર્મ ફી ભરીને થાય છે. અત્યાર સુધીમાં ૩૩ હજાર એપ્લીકેશન કેશલેશ આવેલી છે. જેમાં લાયસન્સ માટે ર૦ હજાર જેટલી અરજીઓ આવી છે. ૩૦૦ જેટલી અરજીઓ લોકડાઉન બાદ ફેસલેશ પેમેન્ટથી આવેલી છે. વાહનોના અરજીઓ માટે ૧પ૦ જેટલી અરજીએ આવેલ છે. જે તમામને નિયત સમયે નિકાલ કરવામાં આવે છે. હવે અરજદારોને માત્ર ડ્રાઇવીંગ ટેસ્ટ માટે વાહનોના ટ્રાન્સફર માટે જ આર.ટી.ઓ. ઓફીસ માટે આવવું પડે છે. તેમાં પણ સરકારની સુચના મુજબ એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે. વાહનોના ટ્રાન્સફર માટે દરરોજ ૧પ૦ જેટલી અરજીઓ તેમજ લાયસન્સ માટે પણ ૧પ૦ જેટલી અરજીઓ આવી છે. જયારે ડ્રાઇવીંય ટેસ્ટ માટેની રરપ એપોઇમેન્ટ આપવામાં આવે છે.

શહેરી કરતા ગ્રામ્ય વિસ્તારોમાં વાહનોનું વેચાણ વધવાની સંભાવના: સાકેતભાઇ હિન્ડોચા

Vlcsnap 2020 06 17 15H53M04S006

માધવ ટીવીએસના પાર્ટનર સાકેતભાઇ હિન્ડોચાએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે ગત એપ્રિલ મહિનામાં સઁપૂર્ણ લોકડાઉન હતું. જેથી કોઇપણ કંપનીના વાહનો વેંચાણ થયું નથી. મે મહિનામાં ૧૮ તારીખ થી આંશિક છુટછાંટ મળતા શો‚મ શ‚ થયા હતા ગયા વર્ષના આ સમયગાળાની સરખામણીમાં આ વર્ષે ખુબ જ ધટાડો થયો છે. અમારા ટીવીએસના વાહનોના વેચાણ આ મહિને ખુબ જ ધટાડો જોવા મળી રહ્યો છે. ઓટોમોબાઇલ સેકટરનું ભવિષ્ય એક અસમંજસવાળુ ભવિષ્ય છે. વાહનોની કિંમત દરરોજ વધી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. અમારા ટુ-વ્હીલરોનું શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારમાં માંગ વધુ હોવાનું કારણ ટી.વી.એસ. એકસએલ ૧૦૦ મોડલ છે. આજની તારીખે તેનું ગ્રામ્ય વિસ્તારમાં વધુ વેંચાણ થાય છે. વરસાદ સારો થવાની આગાહી છે ઉપરાંત તહેવારોની સીઝન આવશે ત્યારે કંપનીઓ દ્વારા સારી સ્કીમો આપવામાં આવશે. જેથી ગ્રામ્ય વિસ્તારોમાં વેચાણ ૧૦૦ ટકા વધશે જ કારણ કે શહેરી વિસ્તારના લોકોની જેમ  ગ્રામ્ય વિસ્તારના લોકોના વધારે ખર્ચા હોતા નથી. અને કરકસરવાળા જીવનના કારણ જ‚રીયાતવાળા વાહનો ખરીદતા હોય છે. ઓટોમોબાઇલ સેકટરને સૌથી મોટી ટેકસનો પ્રશ્ર્ન છે. અત્યારે ૨૮ ટકા જી.એસ.ટી. છે. જો જેમાં ધટાડો કરવામાં આવે તો ગ્રાહકો તેમજ ડીલરોને ફાયદો જશે ગ્રાહકોને વાહન લીધા પછી પણ ઓનલાઇન મેમા, હેલ્મેટ વગેરેના કારણે ખર્ચ વધારે આવે છે તેનાથી માંગ પણ ધટી છે અને જેની અસર આગામી સમયમાં દેખાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.