Abtak Media Google News

વિચરતી અને વિમુક્ત જાતિમાં જેમનો સમાવેશ થાય છે એ ગાડલિયા લુહાર જ્ઞાતિના લોકોને રહેવા માટે પ્લોટ ફાળવવા માટે આ સમાજના લોકો વતી ભાજપ અગ્રણી રાજુભાઇ ધ્રુવે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને રજૂઆત કરી છે. ગાડલિયા સમાજના ભારતભરમાં પ્રથમ ગ્રેજ્યુએટ એવા યુવકની મુલાકાત અને લાગણીભીની રજુઆત  પછી તમામ હકીકત જાણીને રાજુભાઇએ આ રજૂઆત વહીવટી તંત્રને કરી છે.

આ મુલાકાત બાદ તેમની તકલીફો જાણી તેમની આગ્રહભરી વિનંતી થી રાજુભાઇ ધ્રુવે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન સાથે મુલાકાત કરાવી રૂબરૂ ભલામણ કરી હતી.રજુઆત વેળાએ  એડિશનલ કલેક્ટર પરિમલભાઈ પંડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. દેવરાજ રાઠોડે કરેલી રજૂઆત અનુસાર રાજકોટ જિલ્લાના કોઠારિયા રોડ પર  ઝૂંપડપટ્ટી માં હાલ માં તેઓ રહે છે  તે મહાનગરપાલિકા વિસ્તાર માં સરકારી ખરાબાની જમીન વિચરતી અને વિમુક્ત જાતિના ગાડલિયા લુહાર જ્ઞાતિના સમુદાયને ફાળવવામાં આવે તો એમની સમસ્યાનું સમાધાન શક્ય બને. આ જ્ઞાતિ વર્ષોથી વિચરણ કરે છે પરંતુ હવે બાળકો ના  શિક્ષણ માટે  સ્થિરતા વાળું જીવન જીવવા માંગે છે. વંશ પરંપરાગત રીતે લુહારી કામ અને છૂટક મજુરી કરીને પોતાનું ગુજરાત ચલાવતા હોય છે. રાજ્ય સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓની પરિસ્થિતિ સમજીને એને રહેણાંક અર્થે પ્લોટ ફાળવવા ઠરાવ કરેલો છે.

રાજુભાઇ ધ્રુવે ગાડલીયા સમાજ ના અગ્રણીઓ દેવરાજભાઈ,વિઠ્ઠલભાઇ, મહીપતભાઈ, નવઘણભાઈ, સરદારભાઈ સાથે કલેક્ટર  રેમ્યા મોહનને એડિશનલ કલેક્ટર પરિમલભાઈ પંડીયા ની ઉપસ્થિતિમાં કરેલી આ રજૂઆત નો એમણે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે અને વહીવટીતંત્રને સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.