Abtak Media Google News

ભાજપના ઉમેદવાર ચેતનભાઈ સુરેજા, નરેન્દ્રસિંહ વાઘેલા, જ્યોત્સનાબેન ટીલાળા અને ડો.રાજેશ્રીબેન ડોડીયા ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

વોર્ડ નં.૧૦માં ચારેય બેઠકો પર તોતિંગ લીડ સાથે કમળ ખીલશે. ગત ચૂંટણીમાં જે એક બેઠક  કોંગ્રેસના ફાળે ગઈ હતી તે આ વખતે અમે વ્યાજ સાથે પરત મેળવી લેશું તેવું આજે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા વોર્ડ નં.૧૦ના ઉમેદવાર ચેતનભાઈ સુરેજા, નરેન્દ્રસિંહ વાઘેલા, જ્યોત્સનાબેન ટીલાળા અને ડો.રાજેશ્રીબેન ડોડીયાએ વ્યકત કર્યો હતો.

Advertisement

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ભાજપના શાસનમાં વોર્ડ નં.૧૦માં વિકાસની હારમાળા સર્જાય છે. એકપણ રસ્તો એવો નથી જ્યાં ડામર કામ ન થયું હોય. ઈન્ડોર સ્ટેડિયમ અને કોમ્યુનિટી હોલ પણ અહીં બન્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ભાજપના શાસનમાં વોર્ડમાં ૩૫ થી ૪૦ કરોડના વિકાસ કામો થયા છે. ૪૦ વર્ષથી મહાપાલિકામાં ભાજપની સત્તા છે. ગત ચૂંટણીમાં વોર્ડ નં.૧૦માં એક બેઠક ભાજપે ગુમાવી પડી હતી. પરંતુ આ વખતે અમે આ બેઠક વ્યાજ સાથે પાછી મેળવી લેશે અને ચારેય કમળ ખીલવી કોર્પોરેશનમાં મોકલી દેશું. લોક સંપર્ક દરમિયાન મતદારોનો સ્વયંભૂ પ્રચંડ સમર્થન મળી રહ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વિસ્તારમાં આવતા આ વોર્ડમાં અકલ્પનીય વિકાસ થયો છે અને હાલ કાર્યકરોમાં શહેરના તમામ વોર્ડ પૈકી સૌથી વધુ લીડ વોર્ડ નં.૧૦માંથી નીકળે તે માટે રીતસર હરીફાઈ ચાલી રહી છે તેવો વિશ્ર્વાસ વોર્ડ નં.૧૦ના ભાજપના ઉમેદવારોએ વ્યકત કર્યો હતો.

ભાજપના ઉમેદવાર ચેતનભાઈ સુરેજા, નરેન્દ્રસિં વાઘેલા, જ્યોત્સનાબેન ટીલાળા, રાજશ્રીબેન ડોડીયા, વોર્ડ પ્રભારી દિનેશભાઈ કારીયા, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, પૂર્વ કોર્પોરેટર અશ્ર્વિનભાઈ ભોરણીયા, ચૂંટણી ઈન્ચાર્જ પરેશભાઈ હુંબલ, મહામંત્રી હરેશભાઈ કાનાણી અને પરેશભાઈ તન્ના અને શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અંજલીબેન રૂપાણી તથા પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય સતત લોકોની વચ્ચે રહ્યાં છે. જેના કારણે વોર્ડની ચારેય બેઠકો પર અમારી જીત નિશ્ર્ચિત છે તેવો દાવો કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.