Abtak Media Google News

મહિલાઓ દ્વારા યોજાયેલ આ એક્ઝિબિશન કમ સેલમાં કપડા, દિવડા, મીણબતી, ગૃહ સુશોભનની વસ્તુઓની સાથે ખાણીપીણીના સ્ટોલે આકર્ષણ જગાવ્યું

રાજકોટ સંતપ્રસાદ હોલ ખાતે સિંધિ સમાજની મહિલા ગ્રુપ એસ.બી.ટી.એસ. દ્વારા એકઝીબીશન તથા સેલનું આયોજન કરવામાં આવ્યું હતુ આ એકઝીબીશનનું આયોજન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતુ તથા ફકત મહિલાઓ માટે આ આયોજન હતુ એકઝીબીશનમાં દિવાળીને ધ્યાને લઈ દિવાળી માટેની કપડા, મીણબતી, દિવા, ડ્રાયફૂટ તથા ઘર સુશોભનની વસ્તુના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. તથા આ એકઝીબીશનનો લાભ મહિલાઓએ ખૂબ હોશે હોશે લીધો હતો.

મુલાકાતીઓ અહી આવે છે એટલે અમને વધુ પ્રોત્સાહન મળે છે: ખુશી રોછવાણી

Vlcsnap 2019 10 21 11H12M46S43

ખુશી રોછવાણી (સ્ટોલવાળા)એ અબતક સાથેની વાતચીતમા જણાવ્યું હતુ કે સિંધિ મહિલાઓ દ્વારા આજે એક એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું હતુ જે મહિલાઓ ઘરેથી કામ કરે છે. જે ગૃહિણીઓ છે.તેમને અહી જગ્યા આવીએ છીએ એમની કળા છે તેને બહાર લાવ્યા છીએ જે લોકોને ઘરેથી કામ કરે છે. તેમને પણ પ્રેરણા મળે સિંધિ મહિલાઓનું આ પહેલો પ્રયત્ન છે માટે તેમનો આભાર માનું છું અમે કઈકને કઈક આવું કરતા હોય છે. અહી અમને ખૂબ સારો પ્રતિસાદ મળે છે. લોકો આવે છે. અમને પણ અહી પ્રોત્સાહન મળે છે. અમારો અહી મોકટેલ્સ, કોલ્ડકોકોનો સ્ટોર કર્યો છે. ફરીથી સિંધિ મહિલા ગ્રુપનો આભાર માનું છું.

એક્ઝિબિશન દ્વારા બધાનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે : વિનાબેન મોહનાણી

Vlcsnap 2019 10 21 11H13M29S222

વિનાબેન મોહિનાણી આયોજકએ એબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે અમારૂ આ પ્રથમ આયોજન છે. એકઝીબીશન માટે આ દિવાળી પહેલાના અઠવાડિયામાં છે. પરંતુ અહી ઘણા બધા વિવિધ સ્ટોલ છે. બધાનો રીસપોન્સ બહુ સારો છે. અને આશા રાખીશું કે આગળ પ્રયત્નો કરતા રહીએ અને સફળતા મળતી રહેશે. સ્ટોલ દિવાળીની ખરીદી પર હોય તેમ કપડા, મીણબતી, દિવા તથા શણગારવાની વસ્તુઓ તથા ડાયફ્રૂટસ, ફરસાણ વગેરે ગ્રાહકો અમારી જ્ઞાતિ પ્રમાણે ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અને આ વખતે એક દિવસનો આયોજન હતુ પરંતુ આગળ હજુ આવા આયોજન કરે તેવી કહેવામાં આવે છે.

આયોજકો મહિલાઓ છે. અને સ્ટોલ રાખવાવાળા પણ મહિલાઓ છે. અમારી જ્ઞાતિના અગ્રગણ્ય લોકોનો પણ અમને ખૂબ સહકાર મળ્યો છે.

અહી દરેક વસ્તુ યોગ્ય કિંમતે મળી રહે છે: જ્હાનવી અડવાણી

Vlcsnap 2019 10 21 11H12M55S141

નવી અડવાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ વર્ષે પહેલીવાર સારૂ એકઝીબીશન તથા સેલનું આયોજન કરેલ છે. જે ફકત મહિલાઓ માટે જ છે. આમાં નાનામાં નાની વસ્તુ લઈને મોટી વસ્તુ દરેક વસ્તુ અને પાછી યોગ્ય ભાવમાં મળી રહે છે. અહી વેપારી તથા ગ્રાહકોનો ખુબ સારો પ્રતિસાદ મળે છે. આયોજનો માયે આયોજકોનો ખૂબ ખૂબ આભાર

એક્ઝિબિશનને સારો પ્રતિસાદ મળ્યો: દિશાબહેન

Vlcsnap 2019 10 21 11H13M18S84

દિશાબહેનએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે એસ.બી.ટી.એસ. ગ્રુપ દ્વારા આજે જ્ઞાનપ્રસાદ હોલ ખાતે મહિલાઓ માટે એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં અમને ઘણોસારો પ્રતિસાદ મળેલ છે. તથા અમને આશા છે કે ગત વર્ષમાં તથા આવનારા વર્ષોમાં કરનાર બધા પ્રોગ્રામમાં સિંધિ સમાજનો તથા અગ્રગણીયોનો સાથ મળતો રહેશે.

દિવાળીને લગતી તમામ વસ્તુ એકજ એક્ઝિબિશનમાં મળે છે: ઉર્વિ મોટવાણી

Vlcsnap 2019 10 21 11H13M05S242

ઉર્વિ મોટવાણી સ્ટોલવાળાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે આજે એસ. બી.ટી.એસ. ગ્રુપ દ્વારા એકઝીબ શનમાં અમે ભાગ લીધો છે. અને એ લોકોને કારણે અમને ઘણા ચાન્સ મળે છે. આગળ વધવાના તો તેમનો આભાર માનું છું અહી ડ્રેસમટીરીયલ, ફુડ પ્રોડકટ, દીવાળીના ડેકોરેશનની વસ્તુઓ જેવી વસ્તુઓનાં સ્ટોર છે. અહી ગ્રાહકોનો દરેક વસ્તુમા સારો પ્રતિસાદ મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.