Abtak Media Google News

સુરેન્દ્રનગર શહેરમાં જૈનનગરીમાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણ જયંતિની સુરેન્દ્રનગર શહેરના જાહેર માર્ગો ઉપર શોભા યાત્રાનું પ્રસ્થાન

જાહેર માર્ગો ઉપર મહાવીર મહાવીર બોલો ના નારા સાથે મહાવીર સ્વામી જન્મ કલ્યાણ જયંતિની જૈન સમાજ દ્વારા ભવ્ય ઉજવણીસુરેન્દ્રનગર શહેર એટલે એક ઐતિહાસિક નગરી થી વસેલું શહેર છે જ્યાં વઢવાણ શહેરમાં મહાવીર સ્વામી ભગવાનના આજે પણ પગલાં જોવા મળે છે અને વઢવાણ શહેર અને સુરેન્દ્રનગર શહેર એટલે જૈનોની નગરી ગણાય સુરેન્દ્રનગર શહેરમાં આજે મહાવીર સ્વામી જન્મ કલ્યાણ જયંતિ છે

ત્યારે સુરેન્દ્રનગર શહેરના જૈન સમાજ દ્વારા મહાવીર સ્વામી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી જ્યારે આજે સવારના જૈન સમાજના ભાઈઓ અને બહેનો અને સમાજના આગેવાનો દ્વારા શહેરના વિવિધ માર્ગો ઉપર શોભા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું અને આ શોભાયાત્રા સુરેન્દ્રનગર શહેરના મારવાડી લાઈનમાં આવેલા ઉપાશ્રય ખાતેથી પ્રસ્થાન થઈ અને શહેરના હેન્ડલુમ ચોક ખીજડીયા હનુમાન ટાકી ચોક ટાવર જવાર ચોક દેરાસર ચોક થઈ અને પાછી ઉપાશ્રય દેરાસર ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે આ યાત્રામાં જૈન સમાજના મોટી માત્રામાં ભગવાન તો પણ જોડાયા હતા ત્યારે મહાવીર સ્વામી ભગવાનનો રથ સુરેન્દ્રનગર શહેરના વિવિધ માર્ગો ઉપર પ્રસ્થાન થયો અને આ તમામ વિસ્તાર પણ પાવનકારી ધરા બની ત્યારે આજે મહાવીર સ્વામી કલ્યાણ જન્મ જયંતીની ભવ્ય ઉજવણી સુરેન્દ્રનગર શહેરમાં તેમજ તેના તાલુકા મથકોએ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.