Abtak Media Google News

માળીયા નજીક મચ્છુ નદી પર આવેલા મેજર બ્રિજ પરથી ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ લાદતું જાહેરનામું અમલી બનવાયું છે.

કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન, સ્ટેટ, મોરબી તરફથી મળેલ દરખાસ્તને ધ્યાને લઈ આર.જે.માકડીયા, જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબીએ ગુજરાત પોલીસ અધિનિયમ–૧૯૫૧ ની કલમ–૩૩(૧) બી અન્વયે મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિધ્ધ કરી નીચે મુજબ વાહનો ડાયવર્ડ કરવા હુકમ ફરમાવેલ છે જે મુજબ મોરબી જિલ્લાના માળીયા(મિ) પાસે મચ્છુ નદી પર આવેલા મોટા પુલ પર નેશનલ હાઈવે પરથી માળીયા–પીપળીયા તરફ તથા પીપળીયા તરફથી માળીયા(મિ.) નેશનલ હાઈવે તરફ અવરજવર કરતા ભારે(૧૮.૦૦ મે.ટન થી વધુ વજનના) તમામ પ્રકારના વાહનો આ બ્રિજ ઉપરથી તા.૧૮/૦૭/૨૦૧૮ સુધી પસાર થઈ અવરજવર કરી શકશે નહી.

Advertisement

તેમજ પુલ ઉપર ભારે વાહન પસાર ન થાય તે માટે કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન, સ્ટેટ,મોરબી દ્વારા બેરીકેડ લગાડવાના રહેશે.

વૈકલ્પિક રૂટઃ-

માળીયા(મિ.) થી જામનગર તરફ જતા વાહનો માટેઃ-(૧) નેશનલ હાઈવે–૨૭–મોરબી બાયપાસ રોડ–મોરબી શહેર પાસે આવેલ નવલખી ફાટક–પીપળીયા ચાર રસ્તા થઈ જામનગર જવાનું રહેશે. (૨) નેશનલ હાઈવે–૨૭–મોરબી બાયપાસ રોડ–રાજકોટ તરફ ટંકારા થઈ ટંકારા થઈ–ધ્રોલ–જામનગર તરફ જઈ શકાશે.

જામનગર તરફથી માળીયા (મિ.) તરફ જતાં વાહનો માટેઃ-(૩) પીપળીયા ચાર રસ્તા –મોરબી શહેર પાસે આવેલ નવલખી ફાટક–મોરબી બાયપાસ રોડ–નેશનલ હાઈવે-૨૭ થઈ જવાનું રહેશે.

આ–હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ–૧૯૫૧ ની કલમ–૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.