Abtak Media Google News

ચાર વર્ષથી રિસામણે ગયેલી પરિણીતાએ પુત્રને મળવા ન દેતા યુવાને કર્યો આપઘાત

માંગરોળમાં રહેતા યુવાને પત્નીએ કોર્ટમાં કેસ કરતા વખ ધોળ્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. ચાર વર્ષથી રિસામણે ગયેલી પત્નીએ પુત્રને મળવા ન દેતા પતિએ આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માંગરોળમાં છાપરા સોસાયટીમાં રહેતા અને શ્રી રાણગાહ રેડીમેડ શો રુમ ધરાવતા પરિક્ષીતભાઇ અરવિંદભાઇ ભટ્ટ નામના 38 વર્ષના યુવાને ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે માંગરોળ બાદ જુનાગઢ અને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં ચાલુ સારવારમાં યુવાને દમ તોડતા પરિવારમાં કલ્પાંત ઘવાયો છે.

ઘટનાની જાણ થતાં પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસની પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યા મુજબ પરીક્ષીત ભટ્ટના પત્ની વંદના ચાર વર્ષથી રિસામણે જતી રહી છે. વંદના મોબાઇલમાં કોઇ સાથે વાત કરતી હોય જે બાબતે દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ સમાધાન થઇ ગયું હોવા છતાં વંદના પુત્ર દિવ્યને લઇ રિસામણે ચાલી ગઇ હતી.

ચાર વર્ષથી રિસામણ ગયેલી વંદનાએ પતિ પરીક્ષીણ સામે પહેલા મહિલા પોલીસ મથકમાં ફરીયાદ કરી હતી. ત્યાર બાદ વેરાવળ કોર્ટમાં પરીક્ષીત સામે ખાધા ખોરાકીનો કેસ કર્યો હતો. પતિ પરીક્ષીતને પોતાના પુત્ર દિવ્યને જોવાતી ઇચ્છા વ્યકત કરી હોવા છતાં વંદનાએ પિતા-પુત્રનો ભેટો ન કરાવતા યુવાનને લાગી આવતા તેને ઝેર પી જીવન ટુંકાવ્યાનું પ્રાથમિક તારણમાં જાણવા મળી રહ્યું છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.