Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૧૯-૨૦૨૦ના બજેટમાં લોકોને સીધી અસર થાય અને કચેરીના ધકકા ઘટે તે માટે કેટલાક મહત્વલક્ષી અને નોંધનીય વહિવટી સુધારા કરવામાં આવ્યા છે. મહાપાલિકા દ્વારા અપાતા શોપ એકટ લાયસન્સ વખતો વખત રીન્યુ કરાવવાનો નિયમ છે જેના કારણે વેપારીઓએ ધંધા-રોજગારના સમયે સરકારી કચેરીના ધકકા ખાવા પડે છે.

Advertisement

નવા નાણાકીય વર્ષથી શોપ એકટ લાયસન્સ રીન્યુ કરાવવાની પળોજણમાંથી વેપારીઓને સંપૂર્ણપણે મુકિત મળી જશે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ આજે બજેટ રજુ કર્યા બાદ એવી જાહેરાત કરી હતી કે મહાપાલિકા દ્વારા આપવામાં આવતું શોપ એકટ લાયસન્સ હવેથી વેપારીઓએ રીન્યુ કરાવવું નહીં પડે.

એક વખત લાયસન્સ હાંસલ કર્યા બાદ તેની મર્યાદા કાયમી રહેશે આટલું જ નહીં મેરેજ રજીસ્ટ્રેશનની કામગીરી પણ ઓનલાઈન કરી દેવામાં આવશે એટલે કે હવે નવયુગલોએ પોતાના લગ્નની નોંધણી માટે મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી સુધી ધકકા નહીં ખાવા પડે માત્ર સેન્ટ્રલ ઝોન કચેરીએ અત્યારે મેરેજ રજીસ્ટ્રેશનની કામગીરી થાય જે હવે વોર્ડ વાઈઝ કરી દેવામાં આવશે એટલે કે વોર્ડ ઓફિસ ખાતેથી પણ મેરેજ રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.