Abtak Media Google News

આજના યુગમાં દરેક વ્યક્તિ મોબાઈલ નો વપરાશ કરતો હશે. નાના બાળકો થી લઇ ને મોટા વૃદ્ધ વ્યક્તિઓ પણ આજના યુગમાં સ્માર્ટ મોબાઈલ ફોન નો યુઝ કરે છે. આજના આ ફાસ્ટ ફોરવર્ડ યુગમાં મોબાઇલનું વ્યસન દરેક માણસમાં જોવા મળે છે. મોબાઈલ ગેમ્સ, કાર્ય, કુટુંબ, શિક્ષણ અને જીવનની અન્ય મહત્વપૂર્ણ જવાબદારીઓ સાથે રોજિંદા કામથી લોકોને ખૂબ જ જરૂરી દૂર કરે છે.જ્યારે માણસ દુખી થાય છે અથવા તો પરેશાન હોય છે, ત્યારે મોબાઇલ ગેમ્સ મનોરંજન પ્રદાન કરે છે. જે વ્યક્તિમાં નકારાત્મક્તામાં વધારો કરે છે. અને દરેક વ્યક્તિ પોતાનો મૂડ સારું કરવા માટે મોબાઇલ ફોન નો ઉપયોગ કરે છે. મોબાઈલ સર્જનાત્મક છે તેમ ખેપાની અને ખંડનાત્મક પણ છે. માણસ મોબાઈલ પાછળ 5 થી 10 કલાક જેટલો સમય મોબાઈલ પાછળ વાપરે છે. ત્યારે એ સ્પષ્ટ છે કે મોબાઇલનું વ્યસન અન્ય નશા કરતા વધુ ખતરનાક છે.

પ્રતિ દિવસ 5 થી 10 કલાકનો સમય લોકો મોબાઈલ પાછળ બગાડે છે !!!

મોબાઈલ સમય અને શક્તિ બચાવવા માટે ઉપયોગી છે, પણ કમનસીબે હવે તે માણસનો સમય અને શક્તિ બગાડી રહ્યો છે. કોરોનાના ઓનલાઈન શિક્ષણ પછી હવે સાવ નાનાં બાળકોથી વૃદ્ધો સુધી આ વ્યસનનો વ્યાપ વધ્યો છે ને લોકો કલાકોના કલાકો આની પાછળ પાગલની જેમ બગાડે છે. તેની સીધી અસર તેમની શારીરિક, માનસિક સ્થિતિ પર પડે છે. નાની ઉંમરે ચશ્મા, લખવા-વાંચવાની વૃત્તિ ને પ્રથામાં મુશ્કેલીઓ, કમરનો દુ:ખાવો ને હતાશા-નિરાશાની બીમારીના કેસો વધતા જાય છે. માણસ માણસની સાથે વાત કરવાને બદલે યંત્ર સાથે રહીને યંત્રવત બનતો જાય છે અને નિરાશાની ખીણમાં ધકેલાઈ જાય છે. બાળકોને તો સારા ખોટાની ખબર પડતી નથી, એટલે સારું-ખોટું બધું જ જોતાં થઈ જાય છે અને પછી કુટેવમાં પરિણમે છે. આમ, એક ટેવ સમય જતાં કુટેવમાં બદલાઈ જાય છે.

મા-બાપ પણ બાળકોને પટાવવા, તેને રડતું રોકવા કે ખવડાવવા ટીવી ચાલુ કરીને કાર્ટૂન શરૂ કરી દે કે પછી ગેમ રમવા મોબાઈલ પકડાવી દે છે, જેથી બાળક મોબાઈલનો શિકાર બનતું જાય છે. મોબાઈલ હાથમાં હોય ત્યારે કેટલું ખાવું તેની પણ બાળકને ખબર હોતી નથી. એટલે વધુ ખાઈ જતાં બીમારી કે મેદસ્વીતાનો ભોગ બને છે. એક વાર હાથમાં મોબાઈલ આપ્યા પછી પાછો લેવો એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. ન આપો તો બાળક ચીડિયું ને જિદ્દી બની જાય છે. મા-બાપ ખુદ બાળકના હાથમાં મોબાઈલ આપીને પોતે પણ મોબાઈલમાં મશગૂલ થઈ જતાં હોય છે. આથી બાળકની ઊંઘ, એકાગ્રતા અને સ્મરણશક્તિ ઘટતાં તેના શિક્ષણ પર તેની વિપરીત અસર પડે છે.

બાળકમાં સર્જનાત્મક શક્તિનો વિકાસ થતો નથી. હાથ અને આંખ ચાલે છે પણ મગજ બંધ થતું જાય છે. શારીરિક શ્રમ ઘટતાં અનેક બીમારી થાય છે. કોઈ લાઈક કે ફોરવર્ડ ન કરે તો બાળકો નિરાશ થઈ જાય છે. પહેલાં મા-બાપ ચોકલેટ આપતાં, મંદિર લઈ જતાં, મેદાની રમતો રમાડતાં. તેના બદલે હવે મોબાઈલ પકડાવી દેવાય છે અને તે દિન-પ્રતિદિન જોખમી બનતું જાય છે. ઘણા દેશોએ કાનૂન દ્વારા મોબાઈલને અંકુશિત કરવાના પ્રયાસો કર્યા છે. કોઈ ગામમાં યુવાનો પાસે મોબાઈલ રાખવાની મનાઈ પણ ફરમાવાય છે. જેમ અઠવાડિયે એક રજા હોય છે તેમ મોબાઈલમાં પણ એક દિવસની રજા રાખવાની પ્રથા શરૂ કરવા જેવી છે. આવું નહીં થાય તો એકાદ દસકામાં દરેક ઘરમાં એકાદ-બે માનસિક બીમારો જોવા મળે તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.