Abtak Media Google News

વડાપ્રધાન મોદીના સંસદીય ક્ષેત્રમાં રાજુભાઈ ધ્રુવે ચુંટણી પ્રચારનાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપી વ્યાપક લોકસંપર્ક કર્યો

ભારતીય જનતા પક્ષ સૌરાષ્ટ્ર-કચ્છ વિભાગનાં પ્રવકતા રાજુભાઈ ધ્રુવે ૨૦૧૯ લોકસભા ચુંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છ લોકસભાની આઠ બેઠકો પરથી મીડિયા ઈન્ચાર્જ તરીકેની જવાબદારી સુપેરે નિભાવ્યા બાદ ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકોનું મતદાન પૂર્ણ થઈ ગયા પછી પક્ષનાં એક અદના કાર્યકર તરીકે દસ દિવસ સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં સંસદીય ક્ષેત્રે પ્રવાસ કરીને પક્ષ માટે પ્રચાર-પ્રસારનું કાર્ય કર્યું હતું.

Advertisement

ઉતરપ્રદેશમાં આવેલી ઐતિહાસિક પ્રાચીનનગરી પ્રવાસ દરમિયાન રાજુભાઈ ધ્રુવે ત્યાંના ગુજરાતી સમાજ ઉપરાંત વિવિધ સમાજ, વ્યાપારી સંગઠનો, સમાજસેવી સંસ્થાઓ અને અગ્રણીઓની મુલાકાત લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિકાસ કાર્યોનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. રાજુભાઈ ધ્રુવે આવેલા અલગ-અલગ ધાર્મિક સ્થળો, સંસ્થાઓની મુલાકાત પણ લીધી હતી. તેમણે વધુમાં વધુ મતદાન કરવા ત્યાંના સ્થાનિક લોકોને અપીલ કરી હતી તેમજ ત્યાંનાં ભાજપનાં ધારાસભ્યો, નેતાઓ, કાર્યકરો અને સામાન્ય જનતા સાથે મળીને લોકસંપર્કનાં વિવિધ કાર્યક્રમમાં ભાગ લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બેઠક પરથી પ્રચંડ બહુમતી સાથે વિજયી મેળવે તે માટે દસ દિવસ સુધી સતત પ્રયત્નો-સંપક કર્યા હતા.

દસ દિવસીય પ્રવાસ બાદ રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, વારાણસી લોકસભા બેઠક પરથી ભાજપનાં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્રભાઈ મોદી ૭ લાખ કરતા વધુ વિક્રમજનક સરસાઈ સાથે જીત મેળવશે. મોદીજી એક સારા ધારાસભ્ય, શ્રેષ્ઠ મુખ્યમંત્રી, સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન ઉપરાંત સર્વોતમ સાંસદ સાબિત થયા છે. નમામિ ગંગે ખરા અર્થમાં દિવ્ય-ભવ્ય બની રહ્યું છે.

કાયાપલટ કરવાનો તમામ શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં શિરે જાય છે. રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૧૯ લોકસભા ચુંટણી ઐતિહાસિક બનવા જઈ રહી છે. આ સામાન્ય ચુંટણી અસામાન્ય બની રહેવાની છે. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં ભાજપ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને પક્ષનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહનાં નેતૃત્વમાં સૌથી વધારે બેઠકો જીતવાનો વિક્રમ આ લોકસભા ચુંટણીમાં ભાજપ કરશે. લોકસભા ચુંટણીનાં સાતેય તબકકામાં ઉચું મતદાન થયું છે.

મોટાભાગે ઉંચુ મતદાન સતા પરિવર્તનનાં સંકેત આપતું હોય છે પરંતુ આ લોકસભા ચુંટણીમાં નરેન્દ્રભાઈ મોદીને ફરી એક વખત સતા સ્થાને બેસાડવા માટે પ્રો-ઈન્કબન્સી મુજબ જંગી મતદાન થઈ રહ્યું છે. એવું પણ જોવામાં જાણવામાં આવ્યું હતું કે, આ વખતે થઈ રહેલા જંગી મતદાનમાંથી ૯૦ ટકા મત મોદીજીને મળી રહ્યા છે. ૨૦૧૯ લોકસભા ચુંટણીમાં ભાજપ ૩૦૦થી વધુ બેઠકો સાથે જીત મેળવી ફરી સતામાં આવશે એવા દ્રઢ વિશ્ર્વાસ સાથે રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.