Abtak Media Google News

લોકસભાની આગામી ચૂંટણીમાં નવા મતદારોને ભાજપ તરફ આકર્ષિત કરવા માટે ભાજપ દ્વારા દેશવ્યાપી અભિયાન શરૂ કરવામાંઆવ્યું છે. આજે રાષ્ટ્રીય મતદાતા દિવસે7 યુવા ભાજપ દ્વારા દેશમાં  5000 સ્થળોએ નવ મતદાતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા અને 50 લાખથી વધુ નવા મતદાતાઓને માર્ગદર્શન પૂરૂ પાડયું હતુ. ઉપરાંત દેશમાં પ્રથમવાર મતદાન કરતા હોય તેવા 7 કરોડ યુવાઓ નોંધાયા છે જેઓને મોદીએ શીખ આપી હતી.

યુવા ભાજપ દ્વારા દેશમાં 5 હજાર સ્થળોએ નવ મતદાતાઓ માટે યોજાયું સંમેલન: વડાપ્રધાન મોદીએ આપ્યું માર્ગદર્શન

મોદી ત્રીજી વાર સતારૂઢ થવા જઈ રહ્યા છે. દેશ બદલાઈ રહ્યો છે. ત્યારે 21મી સદીમાં જન્મેલા મતદારો લોકશાહી માટે ખાસ છે. જેઓ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં પહેલીવાર લોકશાહીનું બળ બનવાના છે.  તેઓને પીએમ મોદીએ આજે શીખ આપી છે.

સૌપ્રથમ તો યુવા મતદારો કે જેઓ પ્રથમ વખત ભાજપની તરફેણમાં મતદારો છે તેમને એકત્ર કરવાની પહેલ કરવામાં આવી છે.  આ ઉપરાંત યુવાનોને એ અહેસાસ કરાવવામાં આવ્યો કે તેઓ જ લોકશાહીમાં પરિવર્તનના સાચા એજન્ટ છે, તેથી તેઓએ ખૂબ જ સમજી વિચારીને પોતાની લોકશાહી શક્તિનો ઉપયોગ રાષ્ટ્રીય હિત અને વિકાસમાં કરવો પડશે.  તેમનો એક મત દેશની પ્રગતિનો માર્ગ મોકળો કરશે.

અહીં ભાજપના નેતાઓ પીએમ મોદીની આ પહેલને માસ્ટર સ્ટ્રોક ગણાવે છે અને કહે છે કે વિપક્ષી પાર્ટીઓ યુવાનોને ભ્રમિત અને મૂંઝવણની સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં યુવાનોને સાચી દિશા બતાવવાની જરૂર છે.

Pm Modi Narendra Modi

ગુજરાતમાં 364 સ્થળોએ યોજાયું નવ મતદાતા સંમેલન

લોકસભાની આગામી ચૂંટણીમાં જે યુવાનો  પ્રથમ વખત મતદાન કરવાના છે તેઓના ઉત્સાહમાં વધારો કરવા માટે યુવા ભાજપ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાં યુવા ભાજપ દ્વારા વિધાનસભા વાઈઝ નવ મતદાતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના અડીખમ ગઢ સમા ગુજરાતમાં વિધાનસભા બેઠક દીઠ બે નવ મતદાતા સંમેલનનું આયોજન યુવા ભાજપ અધ્યક્ષ ડો. પ્રશાંતભાઈ કોરાટની આગેવાનીમાં કરવામાંઆવ્યું હતુ જેમાં લાખો નવ યુવા મતદારો જોડાયા હતા.

ભાજપ દ્વારા લોકસભાની આગામી  ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ આરંભી  દેવામાંઆવી છે. લોકસભાની તમામ  26 બેઠકો પર મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયો શરૂ કરી દેવામાં આવ્યા છે.  ગઈકાલે પ્રભારી, કલસ્ટર ઈન્ચાર્જ, સંયોજક અને જિલ્લા -મહાનગરોનાં પ્રમુખ સાથે સી.આર.પાટીલે મહત્વપૂર્ણ  બેઠક યોજી હતી.

ખાતે યુવા મતદાર જોડો અભિયાન અંતર્ગત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યુવા મોરચાના પ્રદેશ પ્રમુખશ્રી ડો.પ્રશાંતભાઇ કોરાટે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ મીડિયા ક્ધવીનરશ્રી ડો.યજ્ઞેશભાઈ દવે, યુવા મોરચાના પ્રદેશ મહામંત્રીશ્રી નરેશભાઇ દેસાઇ, યુવા મોરચાના મીડિયા ક્ધવીનરશ્રી કૃતિકભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

દેશના યુવાનો આજે  વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીને પોતાના રોલમોડલ તરીકે સ્વીકાર્યા છે અને તેમને વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી પર એ વાતનો ભરોસો છે કે મોદી હે તો મુમુકીન હે તેમજ મોદીની ગેરેંટી એટલે કામ થવાની ગેરંટી. આ સમયે જ્યારે દેશમાં 2024 લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં યુવા મતદારોને   વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી  સંબોધન કરવાના છે.

ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના પ્રમુખ  તેજસ્વી સુર્યાના નેતૃત્વમાં પાંચ હજાર અને દરેક સંમેલનમાં એક હજારથી વધુ નવ મતાદારો જોડાવાના છે જેમાં એક કરોડ જેટલા યુવા મતદારો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું માર્ગદર્શન મેળવશે. નવ મતદાતાની રજીસ્ટ્રેશનની પ્રકિયા સમગ્ર દેશભરમાં ચાલી રહી છે. દેશના યુવાનો 2024ની લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ફરી વડાપ્રધાન બનાવવા એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે દરેક વિઘાનસભામાં 2 સંમેલન એમ કુલ 364 સ્થાનો પર બેસી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું માર્ગદર્શન મેળવી શકશે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પારૂલ યુનિવર્સિટી દસ હજાર જેટલા યુવાનોને સંબોધન કયું હતુ. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સિલ્વર રોક યુનિવર્સિટીમાં યુવાનોને સંબોધન કરેલ તેમજ 364 સ્થળો પર અલગ અલગ વિસ્તારના ધારાસભ્યઓ, સાંસદો પ્રદેશના પદાધિકારી અને સિનિયર આગેવાનો વકતા તરીકે નવ મતદારોને સંબોધન  કર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.