Abtak Media Google News

કોંગ્રેસના ઉમેદવાર સિવાયના તમામ ઉમેદવારોની ડિપોઝીટ ગુલ: મોહનભાઈ કુંડારીયાને ૭.૪૯ લાખ, લલીતભાઈ કગથરાને ૩.૮૫ લાખ અને નોટાને ૧૭૯૫૦ મત: મત ગણતરી કેન્દ્રમાં ભાજપના આગેવાનોએ મોહનભાઈ કુંડારીયા અને ધનસુખભાઈ ભંડેરીને ખભ્ભે બેસાડી જીતની ઉજવણી કરી

Img 20190523 Wa0148

રાજકોટ લોકસભા બેઠક ઉપર મોહનભાઈ કુંડારીયાનો ૩.૭૦ લાખની મતની લીડથી રેકોર્ડબ્રેક વિજય નોંધાયો છે. મોહનભાઈને મોટી લીડ મળતા કોંગ્રેસના ઉમેદવાર સીવાયના તમામ ઉમેદવારોની ડિપોઝીટ પણ ગુલ થઈ ગઈ છે. લોકસભાની આ ચૂંટણીમાં મોહનભાઈ કુંડારીયાને ૭.૪૯ લાખ મત, લલીતભાઈ કગથરાને ૩.૮૫ લાખ મત અને નોટાને ૧૭૯૫૦ મત મળ્યા છે. ભાજપનો વિજય થતાં આગેવાનોએ મત ગણતરી કેન્દ્રમાં મોહનભાઈ કુંડારીયા અને ધનસુખ ભંડેરીને ખભ્ભે બેસાડીને જીતની હર્ષભેર ઉજવણી કરી હતી.

Img 5988 1

રાજકોટ લોકસભા બેઠકમાં ગત તા.૨૩ એપ્રીલના રોજ મતદાન યોજાયું હતું. ત્યારે આજરોજ મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામા આવી હતી. આજે સવારે ૮ વાગ્યાથી મત ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ હતી જેમાં પ્રથમ રાઉન્ડથી જ ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયા આગળ રહ્યાં હતા. બપોરે ૩:૩૦ વાગ્યા સુધીમાં ચૂંટણી તંત્ર દ્વારા ૧૧,૮૯,૪૨૨ મતમાંથી ૧૧,૭૮,૫૮૭ મતોની ગણતરી કરી હતી. જયારે ૧૦,૮૩૫ મત ગણવાના બાકી હતી. આ પ્રમાણે પરિણામ જોઈએ તો ભાજપના મોહનભાઈ કુંડારીયાને ૭,૪૯,૩૧૯ જયારે કોંગ્રેસના લલીતભાઈ કગથરાને ૩,૮૩,૭૬૫, બસપાના વિજયભાઈ પરમારને ૧૫૧૨૪, અપક્ષ ઉમેદવારો જે.ડી.ચૌહાણને ૯૫૫, અમરદાસ દેસાણીને ૧૩૬૬, જશપાલસિંહ તોમરને ૧૫૬૧, દેગડા પ્રવિણભાઈને ૨૧૩૮, ચિત્રોડા નાથાલાલને ૧૧૪૭, રાકેશભાઈ પટેલને ૪૧૮૪, ચૌહાણ મનોજભાઈને ૧૧૨૪ અને નોટાને ૧૭૯૦૪ મત પડયા હતા.Img 6064

ઉલ્લેખનીય છે કે, ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાએ રાજકોટ લોકસભા બેઠક ઉપર અત્યાર સુધીમાં સૌથી વધુ લીડ મેળવવાનો રેકોર્ડ સજર્યો છે. અગાઉ ડોકટર વલ્લભભાઈ કથીરીયાએ ૩.૫૪ લાખની લીડથી વિજય મેળવ્યો હતો. આ જુનો રેકોર્ડ મોહનભાઈ કુંડારીયાએ તોડી નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. મોહનભાઈ કુંડારીયાની જંગી લીડથી કોંગ્રેસના ઉમેદવાર સીવાયના તમામ ઉમેદવારોની ડિપોઝીટ ગુલ થઈ જવા પામી છે. ભાજપનો ઝળહળતો વિજય થતાં મોહનભાઈ કુંડારીયાએ તમામ કાર્યકર્તા અને જનતાનો આભાર માન્યો હતો ઉપરાંત ભાજપના આગેવાનોએ મોહનભાઈ કુંડારીયા તેમજ ધનસુખભાઈ ભંડેરીને ખભ્ભે બેસાડી જીતની ઉજવણી કરી હતી.

Img 6154 1

રાજકોટ લોકસભા બેઠક ઉપર મોહનભાઈ કુંડારીયાનો ૩.૭૦ લાખની મતની લીડથી રેકોર્ડબ્રેક વિજય નોંધાયો છે. મોહનભાઈને મોટી લીડ મળતા કોંગ્રેસના ઉમેદવાર સીવાયના તમામ ઉમેદવારોની ડિપોઝીટ પણ ગુલ થઈ ગઈ છે. લોકસભાની આ ચૂંટણીમાં મોહનભાઈ કુંડારીયાને ૭.૪૯ લાખ મત, લલીતભાઈ કગથરાને ૩.૮૫ લાખ મત અને નોટાને ૧૭૯૫૦ મત મળ્યા છે. ભાજપનો વિજય થતાં આગેવાનોએ મત ગણતરી કેન્દ્રમાં મોહનભાઈ કુંડારીયા અને ધનસુખ ભંડેરીને ખભ્ભે બેસાડીને જીતની હર્ષભેર ઉજવણી કરી હતી.

રાજકોટ લોકસભા બેઠકમાં ગત તા.૨૩ એપ્રીલના રોજ મતદાન યોજાયું હતું. ત્યારે આજરોજ મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામા આવી હતી. આજે સવારે ૮ વાગ્યાથી મત ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ હતી જેમાં પ્રથમ રાઉન્ડથી જ ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયા આગળ રહ્યાં હતા. બપોરે ૩:૩૦ વાગ્યા સુધીમાં ચૂંટણી તંત્ર દ્વારા ૧૧,૮૯,૪૨૨ મતમાંથી ૧૧,૭૮,૫૮૭ મતોની ગણતરી કરી હતી. જયારે ૧૦,૮૩૫ મત ગણવાના બાકી હતી. આ પ્રમાણે પરિણામ જોઈએ તો ભાજપના મોહનભાઈ કુંડારીયાને ૭,૪૯,૩૧૯ જયારે કોંગ્રેસના લલીતભાઈ કગથરાને ૩,૮૩,૭૬૫, બસપાના વિજયભાઈ પરમારને ૧૫૧૨૪, અપક્ષ ઉમેદવારો જે.ડી.ચૌહાણને ૯૫૫, અમરદાસ દેસાણીને ૧૩૬૬, જશપાલસિંહ તોમરને ૧૫૬૧, દેગડા પ્રવિણભાઈને ૨૧૩૮, ચિત્રોડા નાથાલાલને ૧૧૪૭, રાકેશભાઈ પટેલને ૪૧૮૪, ચૌહાણ મનોજભાઈને ૧૧૨૪ અને નોટાને ૧૭૯૦૪ મત પડયા હતા.Img 20190523 Wa0004 696X418 1

ઉલ્લેખનીય છે કે, ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાએ રાજકોટ લોકસભા બેઠક ઉપર અત્યાર સુધીમાં સૌથી વધુ લીડ મેળવવાનો રેકોર્ડ સજર્યો છે. અગાઉ ડોકટર વલ્લભભાઈ કથીરીયાએ ૩.૫૪ લાખની લીડથી વિજય મેળવ્યો હતો. આ જુનો રેકોર્ડ મોહનભાઈ કુંડારીયાએ તોડી નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. મોહનભાઈ કુંડારીયાની જંગી લીડથી કોંગ્રેસના ઉમેદવાર સીવાયના તમામ ઉમેદવારોની ડિપોઝીટ ગુલ થઈ જવા પામી છે. ભાજપનો ઝળહળતો વિજય થતાં મોહનભાઈ કુંડારીયાએ તમામ કાર્યકર્તા અને જનતાનો આભાર માન્યો હતો ઉપરાંત ભાજપના આગેવાનોએ મોહનભાઈ કુંડારીયા તેમજ ધનસુખભાઈ ભંડેરીને ખભ્ભે બેસાડી જીતની ઉજવણી કરી હતી.

૨૦૧૪ની ચૂંટણીની સાપેક્ષે મોહનભાઈએ .૨૩ લાખ મતની વધુ લીડ મેળવી

ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાએ ૧.૨૩ લાખ મતની વધુ લીડ મેળવી છે. વર્ષ ૨૦૧૪માં તેઓનો કોંગ્રેસના કુંવરજીભાઈ બાવળીયા સામે જંગ હતો જેમાં મોહનભાઈ કુંડારીયાએ ૬,૨૧,૫૨૪ મત અને કુંવરજીભાઈ બાવળીયાએ ૩,૭૫,૦૯૬ મત મેળવ્યા હતા. આ ચૂંટણીમાં મોહનભાઈ કુંડારીયાએ ૨,૪૬,૪૨૮ મતની લીડ મેળવી હતી. જયારે આ વખતની ચૂંટણીમાં મોહનભાઈએ ગત ચૂંટણી કરતા ૧.૨૩ લાખ મતની વધુ લીડ મેળવી રાજકોટને ભાજપનો ગઢ જાળવી રાખ્યો છે.

રાજકોટ લોકસભા બેઠક ઉપર ૩.૫૪ લાખની લીડનો ડો.કથીરીયાનો રેકોર્ડ તૂટયો

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાએ આજે ૩.૭૦લાખમતની જંગી લીડથી વિજય હાંસલ કર્યો છે. અગાઉ વર્ષ ૧૯૯૮ની લોકસભાની ચૂંટણીમાં ડો.વલ્લભભાઈ કથીરીયા અને વિઠ્ઠલભાઈ રાદડીયા સામે સીધો જંગ જામ્યો હતો. જેમાં ભાજપના ડો.વલ્લભભાઈ કથીરીયાએ ૪,૮૦,૩૧૬ મત અને કોંગ્રેસના વિઠ્ઠલભાઈ રાદડીયાને ૧,૨૬,૧૨૯ મત મેળવ્યા હતા. આમ ડો.વલ્લભાઈ કથીરીયાએ ૩,૫૪,૧૮૭ની જંગી લીડથી વિઠ્ઠલભાઈ રાદડીયા સામે વિજય મેળવ્યો હતો. રાજકોટ બેઠકની અત્યાર સુધીની આ સૌથી મોટી લીડ હતી. જેનો રેકોર્ડ આજે ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાએ ૩.૭૦ લાખમત મેળવીને તોડયો છે.

મોહનભાઈ કુંડારીયા સતત બીજી વખત ચૂંટણી જીતનારા ચોથા સાંસદ બન્યા

રાજકોટ લોકસભા બેઠક ઉપર સતત બીજી વખત ચૂંટણી જીતનારા મોહનભાઈ કુંડારીયા ચોથા સાંસદ છે. અગાઉ ૧૯૬૫માં સ્વતંત્ર પાર્ટીના મીનોચેર મસાણીએ સાંસદની ચૂંટણી જીતી હતી. ત્યારબાદ તેઓએ ફરીથી ૧૯૬૭માં પણ લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. આજ રીતે ભાજપના ઉમેદવાર શિવલાલ વેકરીયાએ ૧૯૮૯ અને ૧૯૯૧માં લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. ત્યારબાદ ભાજપના ઉમેદવાર ડો.વલ્લભભાઈ કથીરીયાએ ૧૯૯૬, ૧૯૯૮, ૧૯૯૯ અને ૨૦૦૪માં લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો.

રાજકોટ લોકસભા બેઠક ઉપર સૌથી લાંબુ ચાર ટર્મનું શાસન ભોગવનાર વલ્લભભાઈ કથીરીયા એકમાત્ર નેતા છે. ત્યારબાદ મોહનભાઈ કુંડારીયાએ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી જીતી હતી. ત્યારપછી ફરી ૨૦૧૯માં પણ લોકસભાની ચૂંટણીમાં તેઓએ લલીતભાઈ કગથરા સામે વિજય હાંસલ કર્યો છે.

વિજય સરઘસ નહીં કાઢવાના ભાજપના નિર્ણયની સર્વત્ર સરાહના

રાજકોટ લોકસભા બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર લલિતભાઈ કગથરાનાં પુત્ર વિશાલભાઈનું તાજેતરમાં જ દુ:ખદ અવસાન થયું હોય ભાજપે અગાઉ જ એવી જાહેરાત કરી દીધી હતી કે, જો તેઓ રાજકોટ બેઠક પરથી જીતશે તો મોહનભાઈ કુંડારીયાની જીતની ખુશીમાં ગ્રામ્ય પંથક કે શહેરમાં વિજય સરઘસ કાઢવામાં આવશે નહીં.

હરીફ ઉમેદવારનાં દુ:ખમાં સહભાગી થઈ પોતાની ખુશીની ઉજવણી ન કરવાનાં ભાજપનાં નિર્ણયની સર્વત્ર સરાહના થઈ રહી છે.

જસદણ વિધાનસભા બેઠકમાંથી ભાજપને માત્ર ૨૮૩૮ મતની જ લીડ !

જસદણ વિધાનસભા બેઠક કુંવરજીભાઈ બાવળીયાનો ગઢ માનવામાં આવે છે. કુંવરજીભાઈ બાવળીયા તાજેતરમાં જ ભાજપમાં આવ્યા હતા. ત્યારે જસદણ-વિંછીયા પંથકમાં કોંગ્રેસમાં ભારે ભંગાણ પણ સર્જાયું હતું. અનેક કોંગ્રેસી આગેવાનોએ ભાપનો ખેસ પહેર્યો હતો તેમ છતાં પણ જસદણ વિધાનસભા બેઠકમાંથી મોહનભાઈ કુંડારીયા માત્ર ૨૮૩૮ મતની જ લીડ મેળવી શકયા છે. જસદણમાં કુલ ૧,૨૭,૭૯૩ મત પડયા હતા જેમાં ૬૦,૫૫૫ લલીતભાઈ કગથરાને મળ્યા છે. જયારે ૬૩૩૯૩ મત મોહનભાઈ કુંડારીયાને મળ્યા છે. બાકીના ૩૮૪૫ મત અન્ય ઉમેદવાર અને નોટામાં પડયા છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી વખતે આ વિસ્તાર ભાજપ પડખે હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ પરિણામ સામે આવતા સૌ કોઈ આશ્ચર્યચક્તિ થઈ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.