Abtak Media Google News

ત્રાજપર ખારી વિસ્તારમાં બે દરોડામાં ૬૦,૧૫૦ ની રોકડ જપ્ત

મોરબીમાં કડક  જિલ્લા પોલીસવડા આવતા જ પોલીસે આળસ ખંખેરી દારૂ જુગારની બદી સદંતર નાબૂદ કરવા સક્રિય બની છે, ગતરાત્રીના બી ડિવિઝન પોલીસે ત્રાજપર ખારીમાં જુગારના બે દરોડા પાડી ૮ શકુનીઓને ૬૦,૬૫૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાની સુચનાથી તેમજ ડીવાયએસપી બનો જોષી અને બી ડીવીઝન પીઆઇ આર.કે.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.બી. જાડેજાએ સર્વેલન્સ સ્ટાફના માણસોને દારૂ તથા જુગારના કેશો શોધી કાઢવા સુચના આપતા હોય જે અન્વયે પો.હેડ. કોન્સ.પી.એમ.પરમાર, જે.કે.ઝાલા, ક્રિપાલસીંહ વી.ચાવડા,પો.કોન્સ. અંબાપ્રતાપસીંહ પી.જાડેજા, ભરતભાઇ એસ. હુંબલ, મહાવિરસિંહ પરમાર, વનરાજભાઇ એમ.ચાવડા તથા રાજેશભાઇ ડાંગર સહિતની ટીમ પ્રોહી. જુગાર અંગે પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન ત્રાજપર ઝાંપા પાસે આવતા ચિરાગભાઇ રણજીતભાઇ સનુરા ઉવ ૨૦ રહે ત્રાજપરખારી રામજી મંદિર વાળી શેરી મોરબી, રામજીભાઇ સવશીભાઇ સનુરા ઉવ ૧૮ ધંધો મજુરી રહે ત્રાજપર ઓરીએન્ટલબેન્ક વાળી શેરી અજય અવચરભાઇ સનુરા, મથુરભાઇ રમેંશભાઇ ધરોડીયા, ઉવ ૨૪ વાળાઓને ગંજીપતાના પાના પૈસા વતી પૈસાની હારજીતનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂ. ૪૧, ૧૫ કબ્જે કરી તમામ સામે ગુનો દાખલ કરાયો હતો.

જ્યારે બીજા દરોડામાં ત્રાજપર ઝાંપા પાસેથી સુરેશભાઇ દેવકરણભાઇ બારૈયા,રે. ત્રાજખારી રામજી મંદિર બાજુમા મોરબી, મહેશભાઇ લાભુભાઇ ઉ. ૩૨,રે ત્રાજપર માતાજી મંદિર પાસે મોરબી, રવીભાઇ પરસોતમભાઇ માનેવાડીયા, ઉ.૧૯, રે. ત્રાજપર ઝાપાવાળી શેરી મોરબી અને જયંતીભાઇ પ્રભુભાઇ સનુરા ઉવ ૨૬, રે. એસ્સાર પંપ સામે મોરબીરવાળાઓને ગોળ કુંડાળુ વળી ગંજીપતાના પાના પૈસા વતી પૈસાની હારજીતનો જુગાર રમતા  રોકડા રૂ.૧૯,૫૦૦ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ  હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.