Abtak Media Google News

કોલગેસ પ્રતિબંધ અને રાજસ્થાનથી આવતા મટીરીયલ્સ વેચાણ પર પ્રતિબંધથી ટાઈલ્સની પડતર કોસ્ટ વધતા નિર્ણય

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા તાજેતરમાં સિરામિકમાં વપરાતા કોલગેસ પ્રતિબંધ અંગે ચુકાદો આપવામાં આવ્યો છે તે ઉપરાંત સિરામિક ઉદ્યોગને બીજો ફટકો રાજસ્થાન સરકારના નિર્ણયથી પડ્યો છે જેમાં વિવિધ રો મટીરીયલ્સના વેચાણ પર પ્રતિબંધને પગલે સિરામિક ટાઈલ્સના પડતર ભાવોમાં વધારો થયો છે જે ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને પગલે ટાઈલ્સના ભાવોમાં ૧૦ થી ૨૦ ટકા સુધીનો વધારો અમલી બનાવ્યો છે.

કોલગેસને બદલે નેચરલ ગેસ વાપરવા માટે સિરામિક એકમોને ફરજ પડી છે તો પડ્યા પર પાટુંની જેમ રાજસ્થાન સરકારે સિરામિકમાં જરૂરી એવી રો મટીરીયલ્સના વેચાણ પર પ્રતિબંધને લીધે ટાઈલ્સના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે

જેથી હાલ મંદીનો માહોલ હોવા છતાં સિરામિક ટાઈલ્સના ભાવમાં વધારો કરવાનું નક્કી કરાયું છે જેમાં વોલ ટાઈલ્સ, વિટ્રીફાઈડ ટાઈલ્સ, ફ્લોર ટાઈલ્સ, પાર્કિંગ ટાઈલ્સ સહિતના ઉદ્યોગકારો સાથે તબક્કાવાર બેઠકો મળી હતી અને સર્વાનુમતે ટાઈલ્સના ભાવોમાં વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને ભાવવધારો તા. ૧ એપ્રિલથી લાગુ કરી દેવામાં આવ્યો છે સિરામિક ટાઈલ્સની દરેક પ્રોડક્ટમાં ૧૦ ટકાથી ૨૦ ટકા સુધીનો ભાવવધારો અમલી બનાવાયો છે તેમ મોરબી વિટ્રીફાઈડ ટાઈલ્સ એસોના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજાએ જણાવ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.