Abtak Media Google News

મેડીકલ વેસ્ટ ફેકાવા બાબતે

હોસ્પિટલના ડોકટરે ઉડાવ જવાબ આપી કર્યા લુલો બચાવ

મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં જાહેરમાં ફરી એકવાર મેડિકલ વેસ્ટ પાડયો હોવાનું સામે આવ્યું હતું ત્યારે આ મામલે મોરબી નગરપાલિકા દ્વારા  ઝડપી કાર્યવાહી હાથ ધરીને મેડિકલ વેસ્ટ બાબતે તપાસ હાથ ધરી હતી અને કચરો ત્યાંથી હટાવવા તજવીજ હાથ ધરી હતી તેમજ આ કચરો ફંફોડતા પાલિકાને મોરબીની જનની હોસ્પિટલનો કેસ કાગળ પણ મળી આવ્યો હતો.જેને આધારે પાલીકા દ્વારા હોસ્પિટલને પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Whatsapp Image 2024 03 22 At 14.39.06 36D096C5

મોરબીમાં બે દિવસ અગાઉ પણ લતિ પ્લોટમાં મેડિકલ વેસ્ટ ફેંકી ગયો હોવાની વેપારીઓએ મીડિયાને જાણ કરી હતી જેને પગલે મીડિયામાં અહેવાલ પણ પ્રસિદ્ધ થયા હતા પણ કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હતી ત્યારે ફરીથી આજે તે જ જગ્યાએ મેડિકલ વેસ્ટ કોઈ અજાણ્યા ઇસમો ફેંકી ગયા હતા જે બાબતે પાલીકા દ્વારા તાબડતોબ સ્થળ પર પહોંચી ને તપાસ હાથ ધરી હતી તેમજ મેડિકલ વેસ્ટ માંથી જનની હોસ્પિટલ મોરબી નો કેસ કાગળ મળી આવ્યો હતો જેને આધારે પાલીકા દ્વારા પાંચ હજાર નો દંડ ફટકારવામાં આવ્યો હતો.તેમજ જીપીસીબી દ્વારા પણ આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને આગામી સમયમાં જીપીસીબી દ્વારા પણ જવાબદાર હોસ્પિટલ સામે કાર્યવાહી થાય તેવા સંકેતો મળી રહ્યા છે.

Whatsapp Image 2024 03 22 At 14.37.18 98F68E36

જોકે અહીં એક શંકાસ્પદ બેગ પણ પડી હતી જેના ફોટો વિડિયો સ્થાનિકો દ્વારા મોકલવામાં આવ્યા હતા પરંતુ જ્યારે મિડિયા કર્મીઓ સ્થળ પર પહોંચ્યા ત્યાં સુધીમાં તે મેડિકલ વેસ્ટમાંથી એક બેગ ગાયબ થઈ ચૂકી હતી ત્યારે એ પ્લાસ્ટિક બેગ માં શું હતું અને એ બેગ ક્યા ગઈ એ પણ તપાસ નો વિષય છે.જોકે આ મામલે જનની હોસ્પિટલ ના ડો.હિરેન કરોલીયા એ જણાવ્યું હતું કે આ કચરો તેનો નથી પણ છતાં તેઓ દંડ ભરે છે અને તેમની હોસ્પિટલના નામનો કેસ કાગળ મળી આવ્યો છે તે કદાચ કચરામાં ઉડી બે શેરી આગળ જતાં અન્ય મેડિકલ વેસ્ટ પડ્યો હતો ત્યાં ચાલ્યો ગયો હશે તેવો લુલો બચાવ પણ જનની હોસ્પિટલના ડોકટરે કર્યો હતો.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.