Abtak Media Google News

1 પુત્રીની માતા સાથે પ્રેમલગ્ન કર્યા બાદ નરાધમે આચરેલા કૃત્યથી ફીટકાર

 

Advertisement

મોરબીના રંગપર ગામ નજીકની સીરામીક ફેક્ટરીની ઓરડીમાં પાંચ વર્ષની બાળકી પર તેના કહેવાતા સાવકા બાપે દુષ્કર્મ આચર્યું હોવાના બનાવની ફરિયાદ ભોગ બનનાર બાળકીની માતાએ લખાવ્યા બાદ મોરબી તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં દુષ્કર્મ આચરનાર નરાધમને દબોચી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

આ બનાવની મળતી માહિતી અનુસાર થોડા સમય પહેલા ભોગ બનનાર બાળકીના માતા અન્ય રાજ્યમાંથી મજૂરી કામ કરવા માટે મોરબી આવ્યા હોય જે દરમિયાન તેમની માતાને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામના રવિરાજ રાજેન્દ્ર થરેશા સાથે પ્રેમ થયો હોય બાદમાં આરોપી નરાધમ રવિરાજ સાથે જ લગ્ન કરી ભોગ બનનાર બાળકીની માતા સાથે આરોપી રવિરાજ કારખાનાની ઓરડીમાં રહેવા લાગ્યો હતો, બાદ આરોપી રવિરાજ દ્વારા બાળકીને કારખાનાની બાજુની ઓરડીમાં લઈ જઈ રૂમ બંધ કરી દુષ્કર્મ કર્યું હતું જે દરમિયાન ભોગ બનનાર બાળકીને અસહ્ય પીળા ઉપાડતા બાળકી જોરથી રડવા લાગતા નરાધમનો ભાંડો ફૂટ્યો હતો. દુષ્કર્મ આચરી નરાધમ રવિરાજ ઓરડીમાંથી ભાગી છુટ્યો હતો.

આ ચકચારી સમગ્ર કિસ્સો મોરબી તાલુકા પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યારે મોરબી તાલુકા પોલીસ મથક ના પીઆઇ કે.એ.વાળા દ્વારા તાબડતોબ તપાસ શરૂ કરીને આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા

ત્યારે ગણતરીની કલાકોમાં જ મોરબી તાલુકા પોલીસ દ્વારા નરાધમ આરોપી રવિરાજને પકડી પાડવામાં આવ્યો છે અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.