Abtak Media Google News
  • આઠેય બેઠકોમાં સરેરાશ 7 ટકા મતદાન ઘટ્યું
  • 2017માં જિલ્લામાં સરેરાશ 67.34 ટકા મતદાન થયું હતું, જેની સામે આ વખતે 60.62 ટકા મતદાન થયું : પૂર્વ, પશ્ચિમ અને ધોરાજીમાં સૌથી ઓછું મતદાન

ચૂંટણી તંત્ર અને રાજકીય પક્ષોના ભરપૂર પ્રયાસો વચ્ચે પણ સંતોષકારક મતદાન થયું નથી. ઉલ્ટાનું રાજકોટ જિલ્લાની આઠેય બેઠકો ઉપર ગત વર્ષ કરતા 7 ટકા જેટલુ મતદાન ઘટ્યું છે. જિલ્લામાં 9 લાખથી વધુ મતદારોએ ચૂંટણી પર્વમાં ભાગ જ લીધો નથી.

Advertisement

રાજકોટ જિલ્લાની આઠેય વિધાનસભા બેઠકમાં ગઈકાલે 2264 જેટલા મતદાન મથકોમાં મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં ગત ચૂંટણી કરતા ઓછું મતદાન થયું છે. રાજકોટ જિલ્લામાં કુલ 23,05,601 મતદારો નોંધાયા છે. જેમાં 11, 96, 011 પુરૂષ મતદારો તથા 11,09,556 સ્ત્રીઓ નોંધાયેલા છે. જિલ્લામાં થર્ડ જેન્ડર શ્રેણીમાં 34 મતદાતાઓ નોંધાયેલા છે. જેમાંથી 776408 પુરુષો અને 622315 સ્ત્રીઓ મળી કુલ 1398732 લોકોએ મતદાન કર્યું છે. એટલે કે 64.87 ટકા પુરુષોએ અને 56.05 ટકા સ્ત્રીઓ મળી કુલ 60.62 ટકા લોકોએ મતદાન કર્યું છે.

68-રાજકોટ પૂર્વમાં 1,56,315 પુરુષ, 1,40,889 સ્ત્રી મતદારો જ્યારે 2 થર્ડ જેન્ડર મળીને કુલ 2,97,206 મતદારો નોંધાયા છે. જેમાંથી 102323 પુરુષો અને 82778 સ્ત્રીઓ તથા 1 થર્ડ જેન્ડરે મળી કુલ 185102 લોકોએ મતદાન કર્યું છે. એટલે કે 65.37 ટકા પુરુષોએ અને 58.68 ટકા સ્ત્રીઓ મળી કુલ 62.20 ટકા લોકોએ મતદાન કર્યું છે. 69-રાજકોટ પશ્ચિમમાં 1,79,559 પુરુષ મતદારો, 1,74,382 મહિલા મતદારો, 6 થર્ડ જેન્ડર મતદારો મળીને કુલ 3,53,947 મતદારો નોંધાયા છે. જેમાંથી 109230 પુરુષો અને 93135  સ્ત્રીઓ તથા 1 થર્ડ જેન્ડરે મળી કુલ 202366 લોકોએ મતદાન કર્યું છે. એટલે કે 60.77 ટકા પુરુષોએ અને 53.35 ટકા સ્ત્રીઓ મળી કુલ 57.12 ટકા લોકોએ મતદાન કર્યું છે.

70-રાજકોટ દક્ષિણમાં 1,32,933 પુરુષ મતદારો, 1,25,736 સ્ત્રી મતદારો, 4 થર્ડ જેન્ડર મતદારો મળીને કુલ 2,58,673 મતદારો નોંધાયા છે. જેમાંથી 84456 પુરુષો અને 68211 સ્ત્રીઓ તથા 1 થર્ડ જેન્ડરે મળી કુલ 152668 લોકોએ મતદાન કર્યું છે. એટલે કે 63.50 ટકા પુરુષોએ અને 54.22 ટકા સ્ત્રીઓ મળી કુલ 58.99 ટકા લોકોએ મતદાન કર્યું છે.

71-રાજકોટ ગ્રામ્ય (અનુસૂચિત જાતિ) વિધાનસભા વિસ્તારમાં 1,92,763 પુરુષ મતદારો, 1,74,186 સ્ત્રી મતદારો તથા 7 થર્ડ જેન્ડર મતદારો મળીને 3,66,956 મતદારો નોંધાયા છે. જેમાંથી 127702 પુરુષો અને 99147 સ્ત્રીઓ તથા 1 થર્ડ જેન્ડરે મળી કુલ 226850 લોકોએ મતદાન કર્યું છે. એટલે કે 66.15 ટકા પુરુષોએ અને 56.85 ટકા સ્ત્રીઓ મળી કુલ 61.73 ટકા લોકોએ મતદાન કર્યું છે.

72-જસદણ ક્ષેત્રમાં 1,34,011 પુરુષ, 1,22,277 સ્ત્રી તથા 1 થર્ડ જેન્ડર મળીને કુલ 2,56,289 મતદારો નોંધાયા છે. જેમાંથી 90397 પુરુષો અને 69772 સ્ત્રીઓ મળી કુલ 160169 લોકોએ મતદાન કર્યું છે. એટલે કે 67.44 ટકા પુરુષોએ અને 57.04 ટકા સ્ત્રીઓ મળી કુલ 62.48 ટકા લોકોએ મતદાન કર્યું છે.

73-ગોંડલ ક્ષેત્રમાં 1,18,218 પુરુષ, 1,10,212 સ્ત્રી તથા 8 થર્ડ જેન્ડર મળીને કુલ 2,28,438 મતદારો નોંધાયા છે. જેમાંથી 80129 પુરુષો અને 63400 સ્ત્રીઓ મળી કુલ 143529 લોકોએ મતદાન કર્યું છે. એટલે કે 67.75 ટકા પુરુષોએ અને 57.50 ટકા સ્ત્રીઓ મળી કુલ 62.81 ટકા લોકોએ મતદાન કર્યું છે.

74-જેતપુર વિધાનસભા ક્ષેત્રમાં 1,43,504 પુરુષ, 1,32,108 સ્ત્રી તથા પાંચ થર્ડ જેન્ડર મળીને કુલ 2,75,617 મતદારો નોંધાયા છે. જેમાંથી 97016 પુરુષો અને 77429 સ્ત્રીઓ તથા 4 થર્ડ જેન્ડરે મળી કુલ 174449 લોકોએ મતદાન કર્યું છે. એટલે કે 67.59 ટકા પુરુષોએ અને 58.60 ટકા સ્ત્રીઓ મળી કુલ 63.28 ટકા લોકોએ મતદાન કર્યું છે.

75-ધોરાજી વિધાનસભા વિસ્તારમાં 1,38,708 પુરુષ, 1,29,766 સ્ત્રી તથા 1 થર્ડ જેન્ડર મળીને કુલ 2,68,475 મતદારો નોંધાયા છે.જેમાંથી 85156 પુરુષો અને 68443 સ્ત્રીઓ મળી કુલ 153599 લોકોએ મતદાન કર્યું છે. એટલે કે 61.38 ટકા પુરુષોએ અને 52.74 ટકા સ્ત્રીઓ મળી કુલ 57.20 ટકા લોકોએ મતદાન કર્યું છે.

પુરુષોના 64.87 ટકા મતદાન સામે મહિલાઓનું 56.05 ટકા જ મતદાન

રાજકોટ જિલ્લામાં 11, 96, 011 પુરૂષ મતદારો તથા 11,09,556 સ્ત્રીઓ મળી કુલ 23,05,601 મતદારો નોંધાયા છે. જેમાંથી 776408 પુરુષો અને 622315 સ્ત્રીઓ મળી કુલ 1398732 લોકોએ મતદાન કર્યું છે. એટલે કે 64.87 ટકા પુરુષોએ અને 56.05 ટકા સ્ત્રીઓએ મતદાન કર્યું છે.

થર્ડ જેન્ડરોનું માત્ર 23% જ મતદાન

રાજકોટ જિલ્લામાં કુલ 34 જેટલા થર્ડ જેન્ડર નોંધાયા છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા થર્ડ જેન્ડરોમા 100 ટકા મતદાન કરાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચૂંટણી માટે એક થર્ડ જેન્ડરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી જાગૃતિ પણ ફેલાવવામાં આવી હતી. પરંતુ થર્ડ જેન્ડરોમા મતદાન પ્રત્યે નિરુત્સાહ રહ્યો છે. જિલ્લામાં 34 પૈકી માત્ર 8 થર્ડ જેન્ડરોએ એટલે કે 23 ટકા થર્ડ જેન્ડર મતદારોએ જ મતદાન કર્યું છે.

પશ્ચિમ અને જસદણમાં મતદાનમાં ગત ચૂંટણી કરતા સૌથી મોટો ઘટાડો

રાજકોટ જિલ્લામાં વર્ષ 2017ની સાપેક્ષે કઈ બેઠક ઉપર મતદાનમાં કેટલો ઘટાડો આવ્યો તે જોઈએ તો રાજકોટ પૂર્વમાં 5.08 ટકા, પશ્ચિમમાં 11.42 ટકા, દક્ષિણમાં 5.62 ટકા, ગ્રામ્યમાં 5.62 ટકા, ગ્રામ્યમાં 2.69 ટકા, જસદણમાં 11.47 ટકા, ગોંડલમાં 2.91 ટકા, જેતપુરમાં 7.72 ટકા, ધોરાજીમાં 6.03 ટકા ઘટ્યું છે. આમ સૌથી વધુ ઘટાડો પશ્ચિમ અને જસદણ બેઠકમાં નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.