Abtak Media Google News

શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓએ લાઈવ દર્શન, ઓનલાઈન, ડોનેશન, ગેસ્ટ હાઉસિંગ બુકિંગ, પુજાવિધિ નોંધાવવા માટે  ડિજિટલ સુવિધાનો મોટાપાયે ઉપયોગ થયો

શ્રાવણમાં સોશ્યલ મીડીયામાં સોમનાથ મહાદેવ છવાયા હતા, શ્રાવણ દરમ્યાન વિશેષ શૃંગારના ફોટોગ્રાફ્સ તથા આરતીના ક્લીપીંગ્સ ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ વિગેરે પર નિયમીત રીતે સોમનાથ ટ્રસ્ટની સોશ્યલ ટીમ દ્વારા મુકવામાં આવતા હતા. ફેસબુકની વાત કરીએ તો ૧,૪૦,૨૫,૫૭૭ જેટલા દેશ-વિદેશના ભક્તોએ મહાદેવના દર્શનનો લ્હાવો લઇ કૃતકૃત્ય થયા હતા. જેમાં અમેરીકા યુનાઇટેડ સ્ટેટ માં ૮૯,૩૭૦- આરબ અમીરાતમાં ૮૯,૩૭૦- કેનેડામાં ૧૯,૫૨૫- સાઉદી અરેબીયામાં ૧૯,૪૦૬- ઓસ્ટ્રેલીયામાં ૧૬,૯૯૭- પાકિસ્તાનમાં ૫,૬૯૬, કેપીટલ શહેરોમાંના ભક્તોની સંખ્યા જોઇએ તો અમદાવાદ માંથી ૧૦ લાખ, મુંબઇ ૧.૮૬ લાખ, દિલ્હી ૧.૬૨ લાખ, ક્રમશ ભક્તોએ જોડાઇ સોશ્યલ મીડીયામાં અવ્વલ ક્રમાંક પ્રાપ્ત કરાવ્યો. ટ્વીટર ની વાત કરીએ તો ૪,૮૭,૪૯૪ પ્રભાવીત થયા હતા. ૪૫,૪૮૬ લોકો જોડાયા હતા. ઇન્સ્ટાગ્રામ માં ૩૦૦૦૦ થી વધુ ભક્તોએ શ્રાવણ દરમ્યાન દર્શન કરી ધન્ય બનેલ હતા.

આ વખતે લોકોએ ડિઝીટલ સેવાના માધ્યમથી ટ્રસ્ટના સોશ્યલમીડીયાના માધ્યમો દ્વારા શ્રાવણ માસ દરમ્યાન ૪૪ દેશોમાં સવા કરોડ લોકોએ ભગવાન સોમનાથના દર્શન કર્યા તેમજ શ્રાવણના વિશેષ શૃંગારના અભિનંદન પાઠવ્યા.

શ્રાવણ માસ પર્યન્ત ભક્તોએ વિવિધ ગેસ્ટ હાઉસો તેમજ પુજાવિધિ ડોનેશન ઇન્ટરનેટ તેમજ સ્વાઇપ કાર્ડના માધ્યમથી ૮૯,૧૪,૩૯૭ નુ ડિઝીટલ ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલ. સોમનાથમાં શરૂ કરવામાં આવેલ ડિઝીટલ લોકરનો ઉપયોગ શ્રાવણમાં ૧૫,૦૦૦ જેટલા લોકોએ કરેલો હતો. ભવિષ્યમાં  લોકોને વધુમાં વધુ ડીઝીટલ પેમેન્ટ સેવા મળે તે માટે સોમનાથ યાત્રા એપ, ટ્રસ્ટની વેબસાઇટ તથા ઓનલાઇન વોલેટ જેવી સુવિધા સેવા શરૂ કરવા ટેકનીકલ ટીમએ કાર્યવાહી શરૂ કરી દીધેલી છે.જે ટુક સમયમાં શરૂ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.