Abtak Media Google News

સીરામીક ફેક્ટરીઓના પ્રદુષણ મુદ્દે હાઇકોર્ટમાં પિટિશન : હાઇકોર્ટે સિરામિક એસોસિએશનને સાંભળીયુ પણ નહીં

સોમવાર સુધીમાં અન્ય જિલ્લાના આર.ઓ.ની ખાસ કમિટી રિપોર્ટ તૈયાર કરી હાઇકોર્ટમાં આપશે

મોરબીમાં પ્રદુષણ ઓકતા કોલગેસ પ્લાન્ટ ધરાવતા સિરામિક એકમોનો મૃત્યુઘંટ વાગવો નિશ્ચિત છે, ગુજરાત હાઇકોર્ટમાં પ્રદુષણ મુદ્દે દાખલ થયેલી રીટ પિટિશન બાદ હાઇકોર્ટ અન્ય જિલ્લાના તજજ્ઞોની કમિટી બનાવી મોરબી – વાંકાનેર વિસ્તારમાં તપાસ માટે મોકલી છે અને આ કમિટીએ ગઈકાલથી મોરબી પંથકમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જે સોમવાર સુધીમાં ન્યાયાલયને સબમિટ કરશે.

Air Pollutionજાણવા મળતી વિગતો મુજબ પર્યાવરણ પ્રેમી દિગ્વિજયસિંહ પરબતસિંહ રાણા દ્વારા હાઇકોર્ટમાં પિટિશન કરી મોરબી અને વાંકાનેર પંથકમાં કોલગેસ પ્લાન્ટને કારણે પાણી અને હવામાં બેફામ પ્રદુષણ ફેલાતું હોવાનો ચિતાર રજુ કરતા હાઇકોર્ટ પણ ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક અસરથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના રિપોર્ટનું પ્લાન કરવા અને પ્રદુષણ ઓકતા ઉદ્યોગો બંધ કરવા ડાયરેક્શન આપ્યું હતું.

Grview 34548 1વધુમાં હાઇકોર્ટમાં ચાલતા કાનૂની જંગમાં નામદાર કોર્ટે મોરબી સીરામીક યુનિટોની સાંભળવાની પણ ના પાડી દીધી હતી અને નબળી ગુણવત્તાની ટેકનોલોજી વાપરવાની કારણે પર્યાવરણને નુકશાન પહોંચતું હોય ૨૩-૬-૨૦૧૬ ના ચુકાદાને આધારે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગાઈડલાઈનનું પાલન કરી તાત્કાલિક અસરથી ગેસીફાયર બંધ કરવા નિર્દેશ આપ્યો હતો.

India Pollution Reuters 759દરમિયાન પ્રદુષણ મુદ્દે ગઈકાલે મોરબી ખાતે અન્ય જિલ્લાના આર.ઓ.અધિકારીઓ પ્રદુષણ ઓકતા કારખાનાઓની તપાસ માટે દોડી આવ્યા છે અને ૧૦ થી ૧૨ સભ્યોની આ કમિટી સોમવાર સુધીમાં તલસ્પર્શી રિપોર્ટ તૈયાર કરી આ રિપોર્ટ ન્યાયતંત્ર સમક્ષ રજુ કરનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.