Abtak Media Google News

પ્રાથમિક અને માધ્યમિક સ્તરના વિદ્યાર્થીએ મુખ્ય ભાષામાં સંસ્કૃતને ન સ્વીકાર્યુ

ધોરણ ૧૦ સુધીના વિદ્યાર્થીઓ  પોતાની સ્થાનિક ભાષામાં અભ્યાસ કર્યાનું એનસીઓ દ્વારા થયેલા સર્વેમાં તારણ

ભારતમાં નવી શિક્ષણ નિતિ લાગુ કરવામાં આવી છે. ગુણ અને ગુણવતા સાથે લાગુ કરાયેલી નવી શિક્ષણ નિતિ પૂર્વે અભ્યાસ માટે કંઇ ભાષા વધુ જરૂરી તે અંગે કરાયેલા એક સર્વેમાં ધોરણ ૧ થી ૧૦ સુધીના વિદ્યાર્થીઓ માટે માતૃભાષાને જ સર્વશ્રેષ્ટ ગણાવામાં આવી છે.

Advertisement

ભાષાના પ્રભુત્વ અને રોજીંદા ઉપયોગ અંગે હાથ ધરવામાં આવેલા સર્વેમાં ૫૦ ટકા વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષાને જ મહત્વ આપે છે. સર્વેમાં ધોરણ ૧ થી ૧૦ સુધીના માધ્યમિક શિક્ષણ સ્તર સુધી પોતાની માતૃભાષામાં અભ્યાસ કરતા હોવાનું તારણ સામે આવ્યું છે. ઉચ્ચ સ્તરીય અભ્યાસમાં અંગ્રેજી ભાષાનો વધુ ઉપયોગ કરતા હોવાનું તારણ સામે આવ્યું છે.

રાષ્ટ્રીય સંસ્થાન નેશનલ સ્ટડી ઓર્ગેનાઇઝેશન (એન.સી.ઓ.) દ્વારા શિક્ષણ અંગે નવા આપેલા આંકડામાં ૭૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓ તેમના ઘરમાં બોલાતી ભાષાઓનો શિક્ષણમાં ઉપયોગ કરે છે. તેમ છતાં પંજાબી, ઉર્દુ, સિંધી, કોકંણી, મલેલીયમ, તેલુગી, મણીપુરી, અને નેપાળી વિદ્યાર્થીઓ તેમની માતૃભાષાના બદલે શિક્ષણ અને માર્ગ દર્શન લેવામાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરે છે. અંગ્રેજી ભાષામાં માધ્યમિક સ્તરના એટલે કે ધોરણ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ વધુ ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે.

રાષ્ટ્રીય શિક્ષણ નિતિ ૨૦૨૦માં સ્થાનિક ભાષા તરીકે ત્રણ ભાષાના ઉપયોગ અંગે ભલામણ કરવામાં આવી છે. ત્રણ ભાષામાં શિક્ષણ મળવું જોઇએ એજ્યુકેશનના મુદે પણ જ્યાં સુધી શકય હોય ત્યાં સુધી મહત્મ રીતે શિક્ષણનું માધ્યમ માતૃભાષામાં જ રહે તે માટે ભલામણ કરવામાં આવી છે.

એનએસઓ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ પોતાના પ્રાથમિક કક્ષાના શિક્ષણ માતૃભાષામાં લીધું હોવાનું સામે આવ્યું છે. વધુમાં વધુ ઉપયોગમાં લેવાતી માતૃભાષાના શિક્ષણમાં આસામી ભાષા રહી છે. ઉડીયા, બંગાળી અને હિન્દી ભાષામાં વિદ્યાર્થીઓ પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાર્થીઓ લઇ રહ્યા છે.

ભાષાકીય વિવિધતા અને તેની બીજી બાજુ જોવામાં આવે તો સંસ્કૃત, ઉર્દુ, મણીપુરી, બોડો, કોકણી, નેપાળી અને સીંધી ભાષાનો ઉપયોગ કરી અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ તેમની માતૃભાષામાં શિક્ષણ લેતા હોય તેવું ઘણું ઓછુ જોવા મળ્યું છે. પ્રાથમિક અને માધ્યમિક સ્તર સુધી એક પણ વિદ્યાર્થી સંસ્કૃત ભાષામાં શિક્ષણ લેતા હોય તેવું જોવા મળ્યુ ન હતું.

અંગ્રેજી ભાષાનો અભ્યાસમાં વધુ ઉપયોગ થતો જોવા મળે છે. ત્યારે શિક્ષણના પ્રારંભમાં અને ઉચ્ચસ્તરે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઘરેલુ ભાષાનો ૯૦ ટકા વિદ્યાર્થીઓ ઉપયોગ કરતા હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. તામિલી વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ અંગ્રેજી ભાષામાં કરે છે.આથી અંગ્રેજી ભાષામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પ્રમાણ વધુ જોવા મળે છે. જે વિદ્યાર્થીની ભાષા બંગાળી છે તેવા વિદ્યાર્થીઓ પણ અંગ્રેજી ભાષાને સ્વીકારે છે. આ સર્વેમાં ૮૦૦૦ ગામડા અને ૬૦૦૦ શહેરી વિસ્તારમાં ૧.૧૩ લાખ વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલી તપાસમાં સ્થાનિક અને વિવિધ ભાષા અંગેનો લગાવ જોવા મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.