Abtak Media Google News

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિશેષ કામગીરી અર્થે વિસ્તૃત ચર્ચા

જામનગર અને દેવભૂમિ જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમ હાલ નવી દિલ્હીમાં સંસદના ચોમાસું સત્રમાં ઉપસ્થિત રહેવા ગયા છે, ત્યારે મુખ્યમંત્રીની સૂચનાથી જામનગરની આરોગ્ય સમીક્ષા માટે આવેલા અધિક મુખ્યસચિવ પંકજકુમાર સાથે સંસદસત્રમાંથી ખાસ વચ્ચે થોડો બ્રેક લઈ પૂનમબેને હાલારના બન્ને જિલ્લાની ખાસ સમીક્ષા-સર્વે-જરૃરિયાત બાબતે જરૃરી ટેલિફોનિક ચર્ચા કરી લોકોના પ્રશ્નોના નિરકારણ અને સુવિધા સૂચનો સાથે જરૃરી તમામ વ્યવસથાઓ ઝડપી થાય તેની ભારપૂર્વકની છણાવટ સાથે આગ્રહ રાખ્યો હતો.

જામનગર અને દેવભૂમી દ્વારકા જિલ્લાઓમાં જામખંભાળિયા-દ્વારકા-જામનગર સહિતની સિવિલ હોસ્પિટલો જેમાંની કોવિડ કેર હોસ્પિટલ તેમજ વિવિધ રોગોની સારવાર ઓપરેશન આઉટડોર, ઈન્ડોર સહિતની આ સિવિલ હોસ્પિટલોમાં આરોગ્ય સર્વિસ અપાય છે ત્યારે મેડિકલ-પેરા મેડિકલ-એટેન્ડન્ટ-સહાયક સહિતની સ્ટાફ-સુવિધા-ઓક્સિજન-દવા-ઈન્જેક્શન સહિત મેડીસીન અને મેડિકલ ફેસિલીટી-સુચારૃ એડમીનીસ્ટ્રેશન અને જરૃરી તમામ સાધન સુવિધા બાબતે જામનગર આવેલા અધિક મુખ્ય સચિવ પંકજકુમાર સો ટેલિફોનિક વિસ્તૃત ચર્ચા સંસદસભ્ય પૂનમબેન માડમએ નવી દિલ્હીથી કરી હતી અને આ બન્ને જિલ્લાની સરકારી હોસ્પિટલોને લગત લોકોની સંખ્યાબંધ રજૂઆત મળી હોય, તે મામલે નિરાકરણનો આગ્રહ રાખવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.