Abtak Media Google News

ભારતમાં સૌથી પ્રદુષિત 6 ક્ષેત્રોમાં ગુજરાતનાં મુન્દ્રા પોર્ટનો પણ સમાવેશ થાય છે. સંસોધનમાં ભારતમાં 6 જેટલા ક્ષેત્રોમાં અકાળે મૃત્યુનું જોખમ વધારતા સૌથી ખરાબ નાઈટ્રોજન ઓક્સાઈડ્સનું પ્રમાણ ભયજનક હોવાનું તારણ નિકળ્યુ છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ- યુપીના સોનભદ્ર- સિંગારાઉલી, છત્તીગઢમાં કોર્બા, ઓડિશામાં તાલચર, મહારાષ્ટ્રમાં ચંદ્રપુર અને પશ્ચિમ બંગાળના દુર્ગાપુરનો પણ સમાવેશ થાય છે

Advertisement

ઉપરોક્ત સંસોધન અહેવાલમાં ભારતમાં સૌથી ખરાબ નાઈટ્રોજન ઓક્સાઈડ્સ (NOx) હોટસ્પોટ તરીકે મધ્યપ્રદેશ- ઉત્તરપ્રદેશના સોનભદ્ર- સિંગારાઉલી, છત્તીગઢમાં કોર્બા, ઓડિશામાં તાલચર, મહારાષ્ટ્રમાં ચંદ્રપુર, ગુજરાતમાં મુન્દ્રા અને પશ્ચિમ બંગાળના દુર્ગાપુરની ઓળખ કરવામાં આવી છે. આ તમામ ક્ષેત્રોની હવામાં ભારે પ્રદુષણ હોવાનું કહેવાયુ છે. ૭ કિલોમીટરના અંતરેથી પ્રદુષણના માનાંકોનું પૃથ્થકરણ કરતા સંસાધનો દ્વારા લેવાયેલી સેટેલાઈટ ઈમેજને આધારે અગાઉ ભારતના દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકત્તા, હૈદરાબાદ જેવા શહેરોમાં વધતી ગરમી સંદર્ભે પણ અહેવાલ તૈયાર કરવામાં આવ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.