Abtak Media Google News

કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તેમજ કોરોના મહામારીમાંથી સમગ્ર દુનિયા મુકત થાય તેવી દુવા કરાઈ

સુરેન્દ્રનગર વઢવાણ અને સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકો ખાતે આજે ખાસ કરીને મુસ્લિમ બિરાદરોની ઈદ ઉલ્લ અઝાહ (બકરી ઈદની) જયારે ઉજવણી કોરોના વાયરસને ધ્યાનમાં લઈ અને ચુસ્ત અમલ સાથે કરવામાં આવેલ છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની જુમ્મા મસ્જીદ તેમજ સુરેન્દ્રનગર શહેરના મુસ્લિમોના જુદા-જુદા વિસ્તારોમાં આવેલ મસ્જીદ ખાતે આજે સવારના ખાસ ઈદ ઉલ્લ અઝાહ (બકરી ઈદની) નમાઝ અદા કરવામાં આવેલ હતી ત્યારે આજે ખાસ કરીને દેશ દુનિયામાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલ છે ત્યારે આજે ઈદ દલ અઝાહના પવિત્ર અવસરે ખાસ કરીને સુરેન્દ્રનગરની જુમ્મા મસ્જીદ ખાતે સુરેન્દ્રનગર શહેરના કોમી એકતાના રાહબર એવા હાજી સૌયદ યુસુફ માયાબાપુ દ્વારા અને સુરેન્દ્રનગર જુમ્મા મસ્જીદના પેશામામ હાજી, હનીફબાપુ દ્વારા ઈદની નમાઝ અદા કરાવ્યા બાદમાં સાથો સાથ દેશ દુનિયામાંથી કોરોના વાયરસ નેસ્તનાબુદ થાય. દેશની જનતાનું આરોગ્ય સુખી સમૃદ્ધમય બને તેવી ખાસ દુઆ મસ્જીદમાં કરવામાં આવેલ હતી ત્યારે આજે ઈદ ઉલ્લ અઝાહના આજના પવિત્ર અવસરે સુરેન્દ્રનગર શહેરના કોમી એકતાના રાહબર એવા હાજી સૈયદ યુસુફમીયાબાપુના નિવાસ સ્થાને ખાસ મેળાવડો જામ્યો હતો. મુસ્લિમ સમાજનાં અનેક આગેવાનો, રાજકીય આગેવાનો દરેક જ્ઞાતિ સમાજના આગેવાનો દ્વારા આજે કોમી એકતાના રાહબર એવા હાજી સૈયદ યુસુફમીયાબાપુ, ઈદના અવસરે ઈદની મુબારકબાદી પાઠવવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.